એક પછી એક બે શખ્સો સોનાના પેન્ડલ ખરીદવાના બહાને દુકાનમાં ઘુસ્યાં
ગઠીયાઓએ સોનીની નજર ચૂંકવી રૂ. 3 લાખના દાગીના ભરેલુ પેકેટ સેરવી લીધું
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ગઠીયાઓની શોધખોડ હાથ ધરવામાં આવી
હાલોલ. મુખ્ય બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાં મોઢા પર માસ્ક ટોપી પહેરી ગ્રાહક ના સ્વાંગમાં આવેલ બે ગઠિયાઓએ સોનાના દાગીના ખરીદવાનો ડોળ કરી દુકાનદારની નજર ચુકાવી ત્રણ લાખ કિંમતના દાગીના ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની તમામ પ્રક્રિયા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી દુકાનદારે બે અજાણ્યા ગઠિયાઓ વિરુદ્ધ હાલોલ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે.
હાલોલ બજાર માં આવેલ ધાર્મિક જેવલર્સ માં અશ્વિનભાઇ રસિકભાઈ સોની બેઠા હતા. દરમિયાન એક પચાસ અને બીજો પાંત્રીસેક વર્ષની ઉમરના બે શખ્શો માથે ટોપી અને મોઢા પર માસ્ક પહેરી ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં આવ્યા હતા, અને સોનાના પેન્ડલ લેવા છે કહીં અશ્વિનભાઇએ એક પછી એક દાગીના બતાવાનું શરૂ કર્યું હતું. ગઠિયાઓએ દાગીના જોતા જોતા એક ગઠિયાએ અશ્વિનભાઇની નજર ચૂકવી દાગીનાનું પેકેટ સેરવી લઈ ગજવામાં મૂકી દીધું હતું. જેમાં સોનાના પેંડેલ રીંગો સહિત 70 ગ્રામ વજનની રૂ. 3 લાખ ઉપરાંતના દાગીના ગઠિયાઓ ચોરી કરી એક પછી એક બહાનું કરી રવાના થઈ ગયા હતા.
https://twitter.com/watchgujarat/status/1310938278443581442?s=21
થોડીવાર પછી અશ્વિનભાઇને દાગીનાનું એક પેકેટ ઓછું દેખાતા દુકાનમાં આવેલા ગઠિયા દાગીનાનું પડીકું લઈ ગયા હોય અશ્વિનભાઇએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા જોતા ગઠિયાઓએ હાથ ની કરામત કરી દગીનાનું પડીકું સેરવતા નજરે પડ્યાં હતા. ઘટના અંગે અશ્વિનભાઇએ આસપાસના દુકાનદારો ને જાણ કરતા લોકો આવા હુલિયાના ગઠિયાઓને શોધવા નીકળ્યા હતા, પણ કોઈ પતો લાગ્યો ન હતો. આખરે ઘટના અંગે સોની સમાજના વેપારીઓ ભેગા થઈ પોલીસ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે.