શેખ બાબુની હત્યાના આરોપમાં સી.આઇ.ડી ક્રાઇમે 6 આરોપી પોલીસ કર્મીને કોર્ટમાં રજૂ કરી 11 સપટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યાં હતા.
રિમાન્ડ દરમિયાન શેખ બાબુની લાશ અંગે સી.આઇ.ડી ક્રાઇમને કોઇ ભાળ મળી ન હતી.
શુક્રવારે તમામ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજુ કરી વધુ 4 દિવસના રિમાન્ડની સી.આઇ.ડી ક્રાઇમે માંગણી કરી હતી.
કોર્ટે વધુ રિમાન્ડની અરજી ફગાવી દેતા 6 આરોપી પોલીસ કર્મીઓને જેલ હવાલે કર્યા હતા.
આગામી 15 સપટેમ્બરે હાઇકોર્ટમાં શેખ બાબુની હેબિયસ કોપરસની તારીખમાં તેનો પુત્ર મૃત પિતાના ન્યાય માટે CBI તપાસની માંગણી કરે તેવી સંભાવના
વડોદરા. શહેરના ફતગેંજ પોલીસ સ્ટેશનમાં બનેલી શેખ બાબુની કસ્ટોડિયલ ડેથ મામલે ઘટનાના 7 મહિના બાદ 6 આરોપી પોલીસ કર્મીઓ સામે ફરીયાદ નોંધાઇ હતી. પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધતા તમામ ભુર્ગભમાં ઉતરી ગયા હતા. દરમિયાન સમગ્ર મામલાની તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપતા 6 આરોપી પોલીસ કર્મીઓએ શરણાગતિ સ્વીકારી હાજર થયા હતા. સી.આઇ.ડી ક્રાઇમે આરોપીઓને કોર્ટમાં રજુ કરી મહત્વના મુદ્દાઓના આધારે 10 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. જે શુક્રવારે પુરા થતા તમામને જેલ ભેગા કરાયા હતા. આગામી દિવસોમાં સેખ બાબુની હત્યા મામલે તેમનો પરિવાર સીબાઇ તપાસની માંગણી કરે તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે.
ગત તા. 10 ડીસેમ્બર 2019ના રોજ બપોરના સમયે ચોરીના ગુનાની કબુલાત કરાવવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનના એલ.આર.ડી પંકજ સહીત ત્રણ પોલીસ કર્મીઓ શેખ બાબુને ટીપી-13 વિસ્તારમાંથી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યાં હતા. જ્યાં પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ, પી.એસ.આઇ ન 4 એલ.આર.ડીએ શેખ બાબુને કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી સાથે બાંધી ઢોર માર્યો હતો. જેમાં શેખ બાબુનુ મોત નિપજ્તા તેના મૃતદેહને આયોજનપૂર્વક સગેવગે કરી દેવામા આવ્યો હતો. જોકે આ ઘટનાને 9 મહિના જેટલો સમય વિતી ગયો છે. અત્યાર સુધી શહેર પોલીસના એ.સી.પી કક્ષાના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસને ગુનાના કામે વપરાયેલી સ્વીફ્ટ કાર સિવાય કશુ હાલત લાગ્યુ ન હતુ.
ત્યારબાદ શેખ બાબુ હત્યા પ્રકરણની તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. સી.આઇ.ડી ક્રાઇમને તપાસ સોંપાયાના ગણતરીના દિવસોમાં 6 આરોપી પોલીસ કર્મીઓ હાજર થયા હતા. જેથી તમામને કોર્ટમાં રજુ કરી 10 દિવસ એટલે કે 11 સપટેમ્બર સુધીના રિમાન્ડ મેળવી તપાસની ધમધમાટ શરુ કરી હતી. પરંતુ 10 દિવસના રિમાન્ડ દરમિયાન પણ સી.આઇ.ડી ક્રાઇમ શેખ બાબુની લાશનો પત્તો મેળવી શકી નથી. શુક્રવારે 6 આરોપી પોલીસ કર્મીઓના રિમાન્ડ પુરા થતાં સી.આઇ.ડી ક્રાઇમે તમામને કોર્ટમાં રજુ કરી વધુ ચાર દિવસના રિમાન્ડ માંગણી કરી હતી. જોકે કોર્ટ રિમાન્ડ અરજી ખારીજ કરી 6 પોલીસ કર્મીઓને જેલ હવાલે કર્યાં હતા.
શેખ બાબુ હત્યા પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટમાં હેબિયય કોરપસ દાખલ કરવામાં આવી છે. જેના અનુસંધાને આગામી 15મી સપટેમ્બરના રોજ તેની તારીખ છે. આ સમયે શેખ બાબુનો પુત્ર સલિમ શેખ સી.બી.આઇ તપાસની માંગણી કરે તેવી સંભાવના છે. જ્યારે બીજી તરફ એવી પણ શક્યાત છે કે, આગામી દિવસોમાં સી.આઇ.ડી ક્રાઇમ 6 આરોપી પોલીસ કર્મીઓના નાર્કો ટેસ્ટ કરાવવા અંગે કોર્ટ પાસે મંજૂરી માંગી શકે છે.
- શેખ બાબુની હત્યાના આરોપમાં સી.આઇ.ડી ક્રાઇમે 6 આરોપી પોલીસ કર્મીને કોર્ટમાં રજૂ કરી 11 સપટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યાં હતા.
- રિમાન્ડ દરમિયાન શેખ બાબુની લાશ અંગે સી.આઇ.ડી ક્રાઇમને કોઇ ભાળ મળી ન હતી.
- શુક્રવારે તમામ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજુ કરી વધુ 4 દિવસના રિમાન્ડની સી.આઇ.ડી ક્રાઇમે માંગણી કરી હતી.
- કોર્ટે વધુ રિમાન્ડની અરજી ફગાવી દેતા 6 આરોપી પોલીસ કર્મીઓને જેલ હવાલે કર્યા હતા.
- આગામી 15 સપટેમ્બરે હાઇકોર્ટમાં શેખ બાબુની હેબિયસ કોપરસની તારીખમાં તેનો પુત્ર મૃત પિતાના ન્યાય માટે CBI તપાસની માંગણી કરે તેવી સંભાવના