પતિના આડાસંબંધો તેમજ સાસુ – સસરાં અને નણંદોના ત્રાસને પગલે PSI અમીતા જોષીએ આપઘાત કર્યો.
અમીતા જોષીની કોલ – ડિટેઈલ કબજે કરી પોલીસે તેના પતિ સાથે આડાસંબંધ ધરાવતી સ્ત્રીની પુછપરછ કરવા તજવીજ હાથ ધરી.
WatchGujarat. સુરતની મહિલા PSI અમીતા જોષીના આપઘાત પ્રકરણમાં તેના પિતાની ફરિયાદને આધારે મહિધરપુરા પોલીસે પતિ સહિતના સાસરીયા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીતાનો પોલીસ કર્મી પતિ સાથે આડાસંબંધ ધરાવતી સ્ત્રીની પુછપરછ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 4 વર્ષિય પુત્રની દેખરેખ કરવા આવતી પુણાની વિધવા મહિલા સાથે પણ વૈભવના આડાસંબંધો બંધાયા હતાં.
સુરતમાં સહારા દરવાજા નજીક ફાલસાવાડી પોલીસ લાઇનમાં રહેતા અને ઉધના પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અમીતા બાબુભાઇ જોષીએ થોડા દિવસ અગાઉ સર્વિસ રિવોલ્વરમાંથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. સબ ઇન્સ્પેક્ટર અમીતા જોષીના આપઘાતને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવાની સાથે પિયર પક્ષ અને સાસરીયા વચ્ચે આક્ષેપો થયા હતા.
PSI અમીતા જોષીના નિવૃત્ત ASI પિતા બાબુભાઇ શાંતીલાલ જોષીએ અમીતાના પતિ વૈભવ જીતેન્દ્ર વ્યાસ, સસરા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ, સાસુ હર્ષાબેન જીતેશ વ્યાસ અને નણંદ મનિષા હરદેવ ભટ્ટ તથા અંકિતા ધવન મહેતા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે, અમીતા કોન્સ્ટેબલ તરીકે પોલીસ તંત્રમાં જોડાઈ હતી અને વર્ષ 2013માં પરીક્ષા પાસ કરી PSIની ટ્રેનિંગ લેઈ પાંચ વર્ષ જામનગર ખાતે ફરજ બજાવી હતી. વર્ષ 2018માં તેની સુરત ખાતે બદલી થઈ હતી. તેનો પતિ વૈભવ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
અમીતાના પતિ વૈભવના મહિલાઓ સાથે આડાસંબંધો હતાં. 4 વર્ષના પુત્ર જયમીનની દેખભાળ માટે પુણાની વિધવા મહિલાને રાખી હતી. તેની સાથે પણ વૈભવના આડાસબંધ હતા. અને અમીતાએ તેને રંગેહાથ ઝડપી પાડયો હતો અને તેનું રેકોડીંગ પણ અમીતા પાસે હતું.
અમીતાએ પોતાની આવકમાંથી ફ્લેટ ખરીદયો હતો અને બ્રેઝા કાર લીધી હતી. જેથી ફ્લેટ અને કાર અમીતાએ તેણે પોતાના નામે જ કેમ લીધી? વૈભવના નામે કેમ નહીં? એમ કહી સાસુ-સસરા તેમજ છાશવારે પિયર આવતી નણંદો મનિષા અને અંકિતા માનસિક ત્રાસ ગુજારતા હતાં. આખો પગાર ઘરમાં આપી દેવાની માંગણી કરીને પણ સાસુ – સસરાં સહિતના સાસરીયા ત્રાસ ગુજારતા હતાં. જેને પગલે પતિ વૈભવ અને સાસરીયાના ત્રાસથી કંટાળી અમીતાએ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કર્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી
અમીતાના પોલીસ પતિના પુરાવા સમાન રેકોર્ડિંગ સોંપવામાં આવ્યું છે. આ સાથે પોલીસે અમીતા જોષીની કોલ-ડિટેઈલ પણ કબજે કરી છે. બીજી તરફ, પોલીસે અમીતાના પતિના જે સ્ત્રી સાથે આડાસંબંધ હતા તેની પણ પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે. અમીતાના પિતા બાબુભાઈ, બહેનો સહિતના પિયરિયાંએ સુરત આવી મહિધરપુરા પોલીસમાં અમીતાનાં સાસરિયાં વિરુદ્ધ વિગતવાર નિવેદન નોંધાવ્યું હતું. અમીતા સાસરિયાંના ત્રાસ અને પતિના અફેરની વાતો નાની બહેન કાજલને ફોન પર કરતી હતી. કાજલે આ વાતનું રેકોર્ડિંગ કર્યું હતું. આ સાથે અમીતાએ પણ પતિ સાથે ફોન વાત દરમિયાન તેના અફેર અને ત્રાસનું રેકોર્ડિંગ કરી બહેનને મોકલી આપ્યું હતું, જે તમામ કોલ રેકોર્ડિંગ પિયરિયાંએ પોલીસને સોંપ્યું છે. પોલીસે મૃતક અને આરોપીઓની કોલ-ડિટેઈલ પણ મેળવી તપાસ હાથ ધરી છે. અમીતાએ પોતાની આવકમાંથી ખરીદેલો ફ્લેટ અને કાર પોતાના નામે કરવા પતિ દબાણ કરતો હતો એના પણ કેટલાક પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.