• વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતા વઘોડીયા રોડ પર વોચ ગોઠવી ટેમ્પો ઝડપી પાડ્યો
  • પોલીસે રૂ. 2.83 લાખની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂ,10.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  •  પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલા બે ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

વડોદરા. ગુજરાતને અડીને આવેલ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડરથી મોટા પાયે દારૂનો જથ્થો રાજ્યામાં ઘુસાડવામાં આવે છે. તેવામાં વધુ એક વખત મહારાષ્ટ્ર પાસિંગ આઇસર ટેમ્પામાં વધુ માત્રામાં લવાતો દારૂનો જથ્થો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી બેની ધરપકડ કરી છે.

રૂ. 2.83 લાખની કિંમતનો દારૂનો જથ્થો

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર્ની જોડતી સરહદ પરથી વિવિધ રીતે બુટેલગરો દ્વારા દારૂ-બીયરનો જથ્થો રાજ્યામાં લાવતા હોય છે. ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓને માહિતી મળી કે, વઘોડીયા ચોકડી સર્વિસ રોડ ઉપરથી આઇસર ટેમ્પમાં વધુ માત્રમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને માહિતી મળતા જ તેઓ ટીમ સાથે વઘોડીયા ચોકડી સર્વિસ રોડ પર વોચમાં ગોઠવાઇ હતી. તેવામાં મહારાષ્ટ્ર પાસિંગ આઇસર ટેમ્પા આવતો જોવા મળ્યો હતો. અને ક્રાઇમ બ્રાન્ચે આઇસર ટેમ્પાને રોકી તપાસ કરતા રૂ. 2.20 લાખની કિંમતના બીયરના 2208 ટીન અને રૂ,62,700ની કિંમતની 750 એમએલની 132 બોટલો મળી આવી હતી. જેથી આઇસર ટેમ્પોમાં સવાર સ્વીપર સહિત ચાલકની ની પોલીસ પુઠપરછ કરતા તેઓએ પોતાનું નામ મારુતિ ગંગારામ બીરાદર(રહે,વસઇ,મહારાષ્ટ્ર) અને શ્રીનિવાસ વસંત જાવીર (રહે,વસઇ,મહારાષ્ટ્ર) જણાવ્યું હતું. પોલીસે રૂ. 2.83 લાખની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ અને આઇસર ટેમ્પો મળી કુલ રૂ,10.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંનેની ઘરપકડ કરી હતી. પોલીસે આ મામલે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે, કોણે મંગાવ્યો છે. તે અંગે તજવીજા હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud