• સુહાગરાત ઉપરાંતના દિવસો સુધી પતિએ પત્ની સાથે શારીરિક સંબંધો ના બાંધ્યા.
  • થાઈલેન્ડ ફુકેત ખાતે હનીમુન કરવા ગયા ત્યારે પતિ શારીરિક સંબંધો બાંધવા સક્ષમ ના હોવાની જાણ થઈ.
  • પતિની નપુંસકતા અંગે વાત કરી તો સાસુ – સસરાંએ કહ્યું અમને પહેલાંથી ખબર છે.
  • પુત્ર નપુંસક હોવાની વાત છુપાવી લગ્ન કરાવી દઈ સાસુ – સસરાંએ પરિણીતાના પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો

નપુંસક

WatchGujarat. લગ્ન બાદ બે વર્ષ સુધી નપુંસક પતિ, સાસુ – સસરાંના ત્રાસની યાતના ભોગવ્યા બાદ આખરે પરિણીતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નપુંસક પતિ સ્વસ્થ થાય, શેર માટીની ખોટ પુરી થાય તે માટે અનેક પ્રયત્નો કરતી પરિણીતાને પતિ ઉપરાંત સાસુ – સસરાં બિભત્સ ગાળો આપતાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, થાઈલેન્ડ ખાતે દંપત્તિ હનીમૂન કરવા ગયા ત્યારે પરિણીતાને પતિની નપુંસકતા વિશે ખબર પડી હતી. તે પહેલાં પતિ શારિરીક સંબંધ બાંધવાનું ટાળતો હતો.

નવેમ્બર 2018માં અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતી 24 વર્ષિય યુવતિના લગ્ન હાંસોલ વિસ્તારના યુવક સાથે સામાજીક રીતીરીવાજ મુજબ શાસ્ત્રોક્ત વિધિથી થયા હતાં. સુહાગરાતે પતિએ શારીરિક સંબંધ બાંધવાનું ટાળ્યું હતું અને ત્યારબાદ ચાર – પાંચ દિવસ પણ પતિએ શારીરિક સંબંધ બાંધ્યો નહીં. જોકે, ત્યારબાદ પતિ – પત્ની હનિમુન કરવા થાઈલેન્ડ ફૂકેત ગયા હતાં.

થાઈલેન્ડમાં પતિની મરજી ના હોવા છતાં પત્નિએ પહેલ કરીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિમાં સેક્સ પ્રત્યે ઉત્તેજના ના હોવાની પરિણીતાને જાણ થઈ હતી. વિવિધ દવાઓનો પ્રયોગ કરવા છતાં પણ કોઈ ફેર ના પડ્યો ત્યારે પરિણીતાએ આશ્વાસ આપેલ કે, તમે મેડિકલ ટેસ્ટ કરાવો, તમારી સમસ્યાનો પણ કાંઇક રસ્તો મળઈ શકે છે.

થાઈલેન્ડથી પરત ફર્યા બાદ લગ્ન જીવનમાં પરિણીતાએ અનેકવાર પ્રયત્નો કર્યા છતાં પતિ સમાગમ કરી શક્યા નહતાં. તેથી તેણીએ આ બાબતે સાસુને જાણ કરી હતી. ત્યારે સાસુએ જણાવ્યું કે, આ બાબતે પહેલી જ તમામ જાણકારી અમને છે. આ જાણીને ચોંકી ઉઠેલી પરિણીતાને પોતાની સાથે પોતાના માતા – પિતા સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી જન્મી હતી. પતિ નપુંસક હોવાની વાત કોઈને નહીં કહી શકતી પરિણીતા બે વર્ષથી યાતના ભોગવી રહી હતી. આ પરિસ્થિતિમાં બે વખત પરિણીતાએ નોકરી પણ છોડવી પડી હતી.

નપુંસકતા વિશે પતિએ જણાવ્યું હતું કે, હું જ્યારે નાનો હતો ત્યારે બાલ્કનીમાંથી પડી ગયો હતો. તે સમયે ગુપ્ત ભાગમાં ઈજા પહોંચી હતી. અને પરેશન પણ કરાવ્યું હતું. જેના કારણે ઉત્થાન થતું નથી. દંપત્તિના બેડરૂમનો દરવાજાનો નકુચો સાસુએ જાણી જોઈને તોડી નાંખ્યો હતો. અને સાસુ ગમે ત્યારે દરવાજો ખોલી બેડરૂમમાં પહોંચી જતા હતાં. પતિ તથા સાસુ – સસરાં ઝગડો કરી બિભત્સ ગાળો ભાંડી શારીરિક – માનસિક ત્રાસ આપતાં હતાં. પતિ નપુંસક હોવાની વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપતાં હતાં.

નોકરી કરતી પરિણીતા પાસે ઘરકામ અંગે રકઝક કરી સાસુએ ઘર ખર્ચ માટે આખો પગાર આપી દેવા જણાવ્યું હતું તેમજ દહેજમાં નવુ એક્ટિવા અને ઓવન પિતાની પાસે મંગાવાની માંગણી કરી માનસિક ત્રાસ ગુજાર્યો હતો. નાની નાની વાતે ઝગડો કરી સાસુ માનસિક યાતના આપતી હોવાથી પરિણીતા ત્રાસી ગઈ હતી.

નપુંસક પતિ, સાસુ – સસરાના ત્રાસથી કંટાળેલી પરિણીતા ગત તા. 25-08-2020ના રોજ પિતાના ઘરે રહેવા જતી રહી હતી. ત્યારબાદ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છતાં પતિ સહિતના સાસરીયા માનવા તૈયાર નહીં થતાં આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

More #Police #complaint #against #નપુંસક #husband #family #Gujaratinews #ahmedabad #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud