• શુક્રવારે સાંજે ઉપલેટાથી રાજકોટ આવી રહેલી બસે નાગરિક બેંક ચોક નજીક બ્રેક મારતા એક કાર પાછળ ઘુસી ગઈ
  • ડ્રાઈવરોને માર માર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ બસની ચાવી કાઢીને ધમાલ મચાવી
  • ઉપલેટા એસ.ટી બસના ડ્રાઇવર રાજેદ્ર પારધી અને ખેડબ્રહ્માના ડ્રાઇવર વાલજીભાઈને ઇજા પહોંચી

રાજકોટ. શહેરનાં નાગરિક બેંક ચોક નજીક કારનાં ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં બસની પાછળ કાર ઘૂસી જવા બાબતે કાર ચાલકે એસટી બસના ડ્રાઈવરોને આંતરી બેફામ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં જાહેરમાં લોખંડનાં પાઈપ વડે માર માર્યો હતો. કારચાલકની દાદાગીરીનો વિડીયો હાલ વાયરલ થયો છે.

મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સાંજે ઉપલેટાથી રાજકોટ આવી રહેલી બસે નાગરિક બેંક ચોક નજીક બ્રેક મારતા એક કાર પાછળ ઘુસી ગઈ હતી. મામુલી ટક્કર બાદ કારનાં ચાલકે ભૂતખાના ચોક પાસે બસને આંતરીને ઊભી રાખી હતી. બાદમાં બસનાં ડ્રાઈવરોને ઉતારી પાઈપ વડે માર માર્યો હતો.

એટલું જ નહીં માર માર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ બસની ચાવી કાઢીને ધમાલ મચાવી હતી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી. અને ઘાયલ ડ્રાઇવરોને સારવાર માટે ખસેડી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી કાર ચાલકને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટનામાં ઉપલેટા એસ.ટી બસના ડ્રાઇવર રાજેદ્ર પારધી અને ખેડબ્રહ્માના ડ્રાઇવર વાલજીભાઈને ઇજા પહોંચી છે. બંનેએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, રાત્રીનાં સમયે બસ પાછળ કાર ઘુસી જવા મુદ્દે અજાણ્યા કાર ચાલકે બસ રોકાવી હતી. અને ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં ગાળો ભાંડી લોખંડનાં પાઇપ વડે માર માર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !