• જાવીદ રફીક સૈયદ અને સમીર જમીર શેખને ઝડપી પાડતી સુરત ક્રાઈમ બ્રાન્ચ.
(યુટ્યુબ પરના વિડીયોની તસવીર)

સુરત. YouTube પર બુલેટનું લોક તોડવાના વિડીયો જોઈને બે યુવાનોએ રોયલ એનફિલ્ડની ચોરી કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે બંને યુવાનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો 27 વર્ષિય જાવીદ રફીક સૈયદ અને મહારાષ્ટ્રના ચીખલીનો 22 વર્ષિય સમીર જમીર શેખ સુરતના લીંબાયત વિસ્તારની બેઠીકોલોની ખાતે રહે છે. તેમણે બુલેટની ચોરી કરી હોવાની ચોક્કસ બાતમીને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયા લીંબાયત આંજણા નહેર રોડ આંબેડકર નગર પાસેથી ઝડપી પાડ્યા હતાં.

પોલીસ પુછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, બંને જણ યુટ્યૂબ પર બુલેટનું લોક તોડી ડાયરેક્ટ કેવી રીતે ચાલુ કરી શકાય તેનો વિડીયો જોયો હતો. અને ત્યારબાદ બંને જણે ભેગા મળી પંદરેક દિવસ અગાઉ રાતના સમયે લીંબાયત નારાયણ નગર પાસે રોડ પરથી સ્ટિયરિંગ લોક તોડી રોયલ એનફિલ્ડની ચોરી કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud