ATMમાં નાણાં ઉપાડવા આવેલાં શખ્સને વાતોમાં ગૂંચવી 4 આંકડાનો પીન નંબર જાણી લેતાં હતાં.
ATMનું કાર્ડ રીડર ચોરી મીની ટુલ્સ નામના સોફ્ટવેરની મદદથી ડેટા રિકવર કરી લેતાં હતાં.
નાણાં ઉપાડવા આવેલાં શખ્સના એકાઉન્ટમાંથી બારોબાર રૂપિયા ચાંઉ કરી જતી બિહારની ગેન્ગ.
[caption id="attachment_8553" align="aligncenter" width="1000"] (પ્રતિકાત્મક તસવીર)[/caption]
વલસાડ. HDFC અને AXIS બેંકના ATMમાં નાણાં ઉપાડવા આવતાં ગ્રાહકોને વાતોમાં ગૂંચવી પીન નંબર મેળવ્યા બાદ બારોબાર નાણાંની ઉચાપત કરતી ભૂમિહાર ગેન્ગનો એક શખ્સ ડુંગરા પોલીસે ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, મૂળ બિહારના વતની એવા 4 શખ્સોની ગેન્ગના 3 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે.
પેટા ચુંટણીને પગલે દાદરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતી ડુંગરા પોલીસે 26 વર્ષિય કુંદન બિપીન ભૂમિહાર (મૂળ રહે. ગયા બિહાર)ને શંકાસ્પદ હાલતમાં અટકાવ્યો હતો. તેણે પીઢ પર લટકાવેલાં થેલાની જડતી લેતાં તેમાંથી 1 ATM કાર્ડ રીડર તેમજ વિવિધ બેંકના 12 ATM કાર્ડ, ATM સ્ક્રિમિંગ મશીન, ઇલેક્ટ્રોનીક મેગ્નેટીક ચીપ સહીતની ચીજવસ્તુઓ મળી આવી હતી.
પોલીસ પુછપરછમાં કુંદને જણાવ્યું હતું કે, રોશનકુમાર સંજયસિંહ (મૂળ રહે. ગયા, બિહાર) ગુડ્ડુ મિથઈલેશ સિંહ (મૂળ રહે. ગયા બિહાર) અને બંટી સાથે મળી HDFC અને AXIS બેંકના ATMમાં નાણાં ઉપાડવા આવતાં વ્યક્તિને વાતોમાં પરોવી મદદ કરવાને બહાને ડેબિટ કાર્ડનો 4 આંકડાનો પીન નંબર જાણી લેતા હતાં. ત્યારબાદ ATM મશીન ખોલી કાર્ડ રીડર ચોરી લેતા હતાં. બાદમાં લેપટોપમાં મીની ટુલ્સ નામના ડેટા રિકવરી સોફ્ટવેરની મદદથી કાર્ડ રીડરમાં રહેતો ડેબિટ કાર્ડનો 16 આંકડાનો ડેટા મેળવી લેતા હતાં. અને અન્ય કાર્ડ પર તેનું સ્ક્રિમિંગ કરી પીન નંબરના આધારે નાણાં ઉપાડી લેતાં હતાં. નાણાં ઉપાડ્યા બાદ કાર્ડ રીડર ફરી ફીટ કરી દેતાં હતાં.
ભૂમિહાર ટોળકીએ લવાછા AXIS બેંકના ATMમાંથી કાર્ડ રીડર ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય ગ્રાહકો આવી જતાં કાર્ડ રીડર ચોરી શખ્યા નહોતા. આ ટોળકીએ ગત 13 ઓક્ટોબરના રોજ રાતે નાની દમણ ખાતે ચાર રસ્તા પાસે આવેલ AXIS બેંકના ATMમાંથી કાર્ડ રીડરની ચોરી કરી હતી. ગેન્ગના 3 વોન્ટેડ આરોપીઓ આ ચોરીના કાર્ડ રીડર, લેપટોલ અને વિવિધ બેંકના ATM કાર્ડ્સ સાથે દિલ્હી તરફ ગયા હોવાનું કુંદને પોલીસને જણાવ્યું હતું.