મોટા વરાછા વિસ્તારમાં આવેલાં સ્પામાં બે કથિત પત્રકારોએ ધાકધમકી આપી તોડ કરવાનો પ્રયાસ કર્યો.
સીસીટીવીમાં કેદ થયેલી ઘટના અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી.
પોલીસની રહેમનજર હેઠળ બેફામ થયેલાં સ્પા સંચાલકો અને બિલાડીની ટોપ માફક ફૂટી નિકળેલા કથિત પત્રકારો ચિંતાનો વિષય.
સુરત. પત્રકારત્વના વ્યવસાયને લાંછન લગાડતાં કથિત પત્રકારોનો ત્રાસ અટકાવવા સરકાર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવતાં નથી. એવી જ રીતે, પોલીસ તંત્રની રહેમનજર હેઠળ ગોરખધંધા ચલાવતાં સ્પા સંચાલકો પણ બેફામ બન્યાં છે. હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચાલતાં સ્પામાં ધાક ધમકી આપી તોડ કરવા પહોંચેલા બે કથિત પત્રકારોને સંચાલકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પરંતુ, ભેદી સંજોગોને કારણે હજી સુધી આ મામલાની કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કરાઈ નથી.
https://youtu.be/ELC3kaemoIU
સુરતના વરાછા, અમરોલી, કતારગામ જેવા વિસ્તારોમાં બિન્દાસપણે સ્પાના નામે બેફામ ગોરખધંધા થઇ રહ્યા છે. જાણે પોલીસ તંત્રની લગીરેય બીક ના હોય એમ સ્પાની અંદર દેહવ્યાપાર થતો હોયની વાત જગજાહેર છે.
આ સંગોજોમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલાં સ્પામાં બે કથિત પત્રકારો પહોંચ્યા હતાં. સ્પા સંચાલકને ધાક ધમકી આપી તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. કે, સ્પા સંચાલકે બંને કથિત પત્રકારોને રૂમમાં પૂરી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. જોકે, આ મામલે હજી સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરાઈ નથી.
જો સ્પાની અંદર તેઓ કોઈ પણ પ્રકારનું ગેરકાયદે કામ નથી કરતા તો તેઓએ તાત્કાલિક આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈતી હતી આવી રીતે કાયદો હાથમાં લેવાની જરૂર પડતી નથી પરંતુ અહી સીધો કાયદો હાથમાં લઇ બંને કથિત પત્રકારોને માર મારવામાં આવ્યો છે ત્યારે એ વાત તો ચોક્કસ છે કે અહી પોલીસની રહેમ નજર હેઠળ આવા સ્પા સંચાલકો, કથિત પત્રકારો બેફામ બન્યા છે અને સુરતની છબી આ કારણે ખરડાઈ પણ રહી છે