• પતિ – પત્ની ધ્રોલથી હરીપર ગામ નજીક મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા તા હતા.
  • પતિએ માવો ખાવા ગાડી રોકતાં કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અજરુદ્દીન ઉર્ફે અજુડો આવી પહોંચ્યા હતાં.
  • પતિને માર મારી મોબાઈલ છીનવી પરિણીતાને છરીની અણીએ ઝાડીઓમાં લઈ ગયાં.

જામનગર. છોટે કાશી ગણાતા જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે. અને એક બાદ એક દુષ્કર્મની ફરિયાદો અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ રહી છે. ત્યારે ગઈકાલે ધ્રોલમાં એક પરિણીતાએ તેના પર બે શખ્સોએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસમાં નોંધાવી છે. જેને પગલે પોલીસે પીડિતાનું મેડીકલ કરાવવા તજવીજ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કામનાં આરોપીઓ હાથવેતમાં જ હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ, દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતા અને તેનો પતિ ધ્રોલથી હરીપર ગામ નજીક મેલડી માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે જતા હતા. દરમિયાન પરિણીતાનાં પતિએ રસ્તામાં માવો ખાવા માટે ગાડી રોકી હતી. બરાબર આ જ સમયે બે શખ્સો કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અજરુદીન ઉર્ફે અજુડો ત્યાં પહોંચ્યા હતા.

બંનેએ દંપતિને તમે અહી શું કરો છો ? કહી પતિને ઢોર માર માર્યો હતો. બાદમાં તેમો મોબાઈલ છીનવી લઈ પરિણીતાને છરીની અણીએ થોડે દુર ઝાડીઓમાં લઈ ગયા હતા. અને વારાફરથી બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કોઈને કહેવા પર જાનથી મારવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. હાલ તો પરિણીતાની ફરિયાદને આધારે ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !