Lord Vishnu Puja: હિન્દુ ધર્મમાં ગુરુવાર (Thursday) ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જેઓ તેમની પૂજા સાચા હૃદયથી કરે છે, ભગવાન વિષ્ણુ નિષ્ઠાપૂર્વક ભક્તોની બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ જીવનની બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવે છે. ભગવાન વિષ્ણુને જગતનો પાલનહાર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ગુરુવારે ભક્તો ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરે છે અને ગુરુવારના ઉપાય અજમાવે છે, તો તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા રહેતી નથી. ચાલો આપણે જાણીએ કે ભગવાન વિષ્ણુનો જન્મ કેવી રીતે થયો અને તેમની પૂજા કેવી રીતે કરવી.

વિષ્ણુજીની પૂજા વિધિ:

– સૌથી પહેલા, ગુરુવારે સવારે સૂર્યોદય પહેલાં ઉઠો. તે પછી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.

– કોઈ ચોકી પર ચોખ્ખું કપડું પાથરો અને તેના ઉપર ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો.

– વિષ્ણુજીને પીળી વસ્તુઓ ખૂબ પ્રિય છે. તેથી ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અને પીળા ફળ ચઢાવો.

– આ પછી ભગવાન વિષ્ણુને ધૂપ અને દીપ પ્રગટાવો. વિષ્ણુજીની આરતી કરો.

– ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આથી આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ.

વિષ્ણુજી ની જન્મ:

શિવ પુરાણ મુજબ ભગવાન શંકરજી એ જ વિષ્ણુ ને ઉત્પન્ન કર્યા હતા. એકવાર શિવજી એ પાર્વતીને કહ્યું કે એક માણસ એવો હોવો જોઈએ જે સુષ્ટિનું પાલન કરી શકે. શક્તિના પ્રતાપે વિષ્ણુ પ્રગટ થયા. તે અજોડ હતો. કમળ જેવા નયન, ચતુર્ભુજી અને કૌસ્તુકમણિથી સુશોભિત. દરેક જગ્યાએ વ્યાપક હોવાને કારણે તેનું નામ વિષ્ણુ પડ્યું હતું. કથા અનુસાર ભગવાન શંકરે કહ્યું કે મેં તમને ફક્ત લોકોને સુખ આપવા માટે જ ઉત્પન્ન કર્યા છે. કાર્ય સાધના માટે તમે તપસ્યા કરો.

વિષ્ણુજીએ તપશ્ચર્યા કરી પણ શંકરજીના દર્શન થયા નહિ. પછી તપશ્ચર્યા કરી, તો પછી જોયું કે તેના શરીરમાંથી તમામ પાણીની ધારાઓ વહેવા લાગી. બધી જગ્યાએ પાણી પાણી થઇ ગયુ હતું. ત્યારે તેનું એક નામ નારાયણ પડ્યું હતું. તેનાથી જ બધા તત્વો ઉત્પન્ન થયા. કથા અનુસાર પ્રકૃતિનો ઉદ્ભવ થયો. તે પછી ત્રણ ગુણો આવ્યા – સત્, રજ અને તમ. તે પછી શબ્દ, સ્પર્શ, સ્વરૂપ, રસ અને ગંધનો ઉદ્ભવ થયો. પછી પંચભુતનો જન્મ થયો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય માહિતી પર આધારિત છે. આનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud