દેશના સૌથી પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ ગણાતું મંદિરોમાનું એક મંદિર તિરુમાલા તિરૂપતિ બાલાજીનું મંદિર છે . આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીને કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે.

ભગવાન વેંકટેશ્વર સ્વામી (Lord Venkateswara Swamy)ના પહાડી મંદિરોની વ્યવસ્થા જોતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ( Tirumala Tirupati Devasthanams TTD) ના એક અધિકારીએ જણાવ્યુ કે 15 ઓગષ્ટે અહી TTD દ્વારા સંચાલિત મંદિરોમાં ઉપયોગ કરાયેલી ફૂલોની માળાઓથી બનેલી અગરબત્તી (Agarbatti) ની શરૂઆત કરવામાં આવશે.

અધિકારી કહ્યું કે કર્ણાટકમાં એક પ્રસિદ્ધ અગરબત્તી નિર્માણ કરતી કંપની અગરબત્તી બનાવવામાં પવિત્ર માળાનો ઉપયોગ કરશે અને અગરબત્તી બનાવીને TTDને સોંપી દેશે.ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર કે.એસ. જવાહર રેડ્ડીએ એક સમીક્ષા બેઠકમાં અન્ય ટીટીડી અધિકારીઓને પહાડ પર લાડુ પ્રસાદમ વેંચતા લોકો નજીક અગરબત્તીના આ નવા ઉત્પાદનને વેંચવા માટે તમામ પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.

ચડાવામાં આવે છે કરોડો રૂપિયા

દેશના સૌથી પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ મંદિરોમાં તિરુમાલા તિરૂપતિ બાલાજીનું નામ આવે છે. આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીને કરોડો રૂપિયાનું દાન ધરવામાં આવે છે. સોમવારે હૈદરાબાદના શ્રીનિવાસ દંપતીએ રૂ. 1.8 કરોડ (હાલમાં આશરે 4 કરોડ રૂપિયા) ના ખર્ચે બનાવેલ સોનાની તલવાર અર્પણ કરી હતી. શ્રીનિવાસ દંપતીએ સોમવારે સવારે સોનાની તલવાર તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ના અધિકારીઓને આપી હતી.

‘સૂર્ય કટારી’ ની ભેટ

ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં સોનાની તલવાર સોંપનાર શ્રીનિવાસે કહ્યું કે હું છેલ્લા એક વર્ષથી ‘સૂર્ય કટારી’ (સોનેરી તલવાર) ભેટ કરવા માંગતો હતો, પરંતુ કોરોનાને કારણે મંદિર બંધ હતું. આજે સુ-પ્રભાત સેવા દરમિયાન શ્રીનિવાસ દંપતીએ ‘સૂર્ય કટારી’ TTD અધિકારીઓને સોંપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud