•  સોમવારે 15 થી 18 વર્ષના 30134 વિદ્યાર્થીઓના રસિકરણના લક્ષ્યાંક સાથે 259 સેન્ટરો પર વેકસીન ઝુંબેશનો આરંભ
  • એક પણ વિદ્યાર્થીને વેકસીનને લઈ વિપરીત અસરના કોઈ લક્ષણો જોવા મળી આવ્યા ન હતા
  • જિલ્લામાં કુલ 90,000 વિદ્યાર્થીઓને કોરોના સામે વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન

Watchgujarat.ભરૂચ જિલ્લામાં પણ 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોરોના સામે વેકસીનનું સુરક્ષા કવચ પ્રદાન કરવા સોમવારથી 259 કેન્દ્રો પર રસીકરણનો આરંભ કરાયો હતો. ભરૂચ જિલ્લામાં સોમવારે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રથમ દિવસે જ 259 કેન્દ્રો પરથી 30104 વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ જ રસી આપવાનો લક્ષ્યાંક સાથે પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરાઈ હતી.

શાળા, આઈ.ટી.આઈ., પીએચસી, સીએચસી સહિતના કેન્દ્રો ઉપર બપોરે 2 વાગ્યા સુધીમાં જ 10 હજાર બાળકોને કોરોના સામે સુરક્ષા પ્રદાન કરતી વેકસીન લગાવી દેવામાં આવી હતી. એક પણ વિદ્યાર્થીને વેકસીનને લઈ વિપરીત અસરના કોઈ લક્ષણો જોવા મળી આવ્યા ન હતા.

જિલ્લામાં કુલ 90,000 વિધાર્થીઓને કોરોના સામે વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન એક સપ્તાહની અંદર રાખવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં પણ 26000 વિદ્યાર્થીઓને વેકસીનેશનની ઝુંબેશ આજથી શરૂ કરવામાં આવી હતી. જોકે હજી પણ કેટલાક વાલીઓ અને વિધાર્થીઓ વેકસીન લેવામાં ડર અને ખચકાટ અનુભવતા હોવાથી આજે લક્ષ્યાંક કરતા 30 થી 35 ટકા ઓછા વિધાર્થીઓનું રસીકરણ થઈ શક્યું હતું. વહીવટી તંત્રે વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, વેકસીન કોરોના સામે કારગત અને સુરક્ષિત હોવાથી તેમાં તમામ સહભાગી બની સંક્રમણથી બચવા આગળ આવે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud