• 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા 24/7 વિનામૂલ્યે સેવા પહોંચાડમાં આવે છે
  • વર્ષ 2021માં 91000 જેટલાં ફોન કોલ કરીને વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી બહેનોએ અભયમ ટીમની મદદ માંગી
  • આ પૈકી 75000 જેટલા કેસો ગંભીર પ્રકારના હતા
  • મુશ્કેલીગ્રસ્ત મહિલાઓને સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ દ્વારા મદદ પહોંચાડવામાં આવી

WatchGujarat. છેલ્લા એક વર્ષમાં વડોદરા 181-અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2021માં 91 હજાર જેટલાં ફોન કોલ કરીને વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી બહેનોએ મદદ માંગતા 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇન,વડોદરાના કર્મીઓએ સમયસર મદદ પહોંચાડી હતી. આ સાથે 75000 જેટલા બનાવોમાં મુશ્કેલીગ્રસ્ત મહિલાના સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ દ્વારા મદદ પહોચાડવામાં આવી હતી.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષ થી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવાની અગત્યની કામગીરી કરી રહી છે. છેલ્લુ એક વર્ષ પણ મોટેભાગે કોરોનાની આપદાથી ગ્રસ્ત રહ્યું હતું. તેમ છતાં આ વિકટ સંજોગોમાં પણ વડોદરાની અભયમ ટીમે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે. મહત્વનું છે કે કોરોનાથી ડર્યા વગર આ કર્મીઓએ જિલ્લાની મુશ્કેલીમાં મુકાયેલી બાળકીઓ, મહિલાઓ કે માતાઓને ઉગારવાના કર્તવ્યમાં પાછી પાની કરી ન હતી.

આ અંગે વડોદરાની અભયમ ટીમે જણાવ્યું હતું કે, વર્ષ 2021 દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ 91000 જેટલી મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માર્ગદર્શન અને બચાવ માટે આલબેલ પોકારી હતી. જેમાંથી ખુબ જ ગંભીર પ્રકાર ના 75000 જેટલા બનાવોમાં મુશ્કેલીગ્રસ્ત મહિલાના સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ દ્વારા મદદ પહોચાડવામાં આવી છે.

અભયમ, વડોદરાનો આ કર્મયોગ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે સુરક્ષક બની રહ્યો છે. 181 હેલ્પલાઇન મહિલાઓને શારીરિક, માનસિક, આર્થિક કે જાતીય પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ સુરક્ષાની જરૂરના સંજોગોમાં તાત્કાલિક મદદરૂપ બને છે. એટલું જ નહીં તાલીમબધ્ધ કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાઓના પ્રશ્નોને અસરકારકતા સાથે હલ કરવામાં આવે છે. તેમજ ઘરેલુ હિંસામાંથી ઉગારવાની સાથે ગૌણ પારિવારિક તકરારોમાં પણ સમાધાન કરાવવામાં આવે છે. નોંધનીય છે કે ઘણા સમયથી હિંસાનો ભોગ બની રહી હોય એવી મહીલાઓને પોલીસસ્ટેશનમાં ફરિયાદ અપાવવવાની સાથે અભયમની ટીમ દ્વારા આશ્રય પણ અપાવવામાં આવે છે. કિશોરીઓ, યુવતીઓ, પરીણિત મહિલાઓ કે સિનિયર સિટીઝનને 24/7 વિનામૂલ્યે સેવા પહોંચાડમાં આવે છે. બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થતાને લગતા મહિલાલક્ષી પ્રશ્નોના નિરાકરણમાં આ સેવા મદદરૂપ બની રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud