• એક વર્ષની ઇન્ટરશિપમાં આ ટોપર્સ વિદ્યાર્થીઓને અપાશે રૂ. 20 થી 35 હજારનું માનદ વેતન
  • ભરૂચ બૌડા બન્યું ફેસલેસ અને સિંગલ વિન્ડો, હવે અરજદારોને ટેબલે ટેબલે ધક્કા નહિ
  • બાંધકામની પરવાનગી, ફરિયાદ, અરજીની તમામ પ્રક્રિયા સરળ, સુગમ પારદર્શક અને ઝડપી બનાવવાની પહેલ
  • ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ 84 ગામોના અરજદારો, બિલ્ડરો, આર્ટિકેટ માટે તમામ પ્રક્રિયા બનાવાઈ પારદર્શક

WatchGujarat. ભરૂચ-અંકલેશ્વર શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા બાંધકામ પરવાનગી, ફરિયાદ, રજુઆત માટે તમામ સુવિધા હવે ફેસલેસ અને સિંગલ વિન્ડો કરવામાં આવી છે. ભારતમાં આ પ્રસંગે ભરૂચ બૌડા દ્વારા પહેલો ઠરાવ પણ કરાયો હતો. બેચલર ઓફ પ્લાનિંગ, સિવિલ અને આર્ટિટેકના ટોપર્સ લાવી એક વર્ષનું ઇન્ટરશીપ કરાવી રૂ. 20 થી 35 હજારનું માનદ વેતન આપી ટાઉન પ્લાનિંગથી કાયાકલ્પ કરાશે.

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ મંડળ બૌડામાં સમાવિષ્ટ બન્ને પાલિકા વિસ્તાર અને 84 ગામોમાં વિકાસને વેગ મળશે. બાંધકામમાં અનેક સમસ્યાનો સિંગલ વિન્ડો અને ફેસલેસ સુવિધાથી અંત આવશે. દરેક પ્રક્રિયાની પરવાનગી અને નિકાલ માટે સમયમર્યાદા નિયત કરી દેવાઈ છે.

બંને સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે બૌડાના ચેરમેન અને કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલ, DDO યોગેશ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, બન્ને પાલિકા પ્રમુખ અમિત ચાવડા, વિનય વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અધિકારીઓ, ક્રેડાઈના ચેરમેન રોહિત ચદરવાલા, પંકજ હરિયાણી સભ્યો, આર્ટિકેટ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

અને આ પ્રજાકીય પહેલને આવકારી હતી. બૌડાના ઉપસ્થિત અધિકારીઓ અને જે.ડી. પટેલ વચ્ચે દેશમાં ભરૂચ બૌડા એ કરેલા પ્રથમ ઠરાવની પણ માહિતી આપી હતી. જેમાં બેચલર ઓફ પ્લાનિંગ અને આર્ટિટેકટના ટોપર્સ વિદ્યાર્થીઓને બોલાવી ટાઉન પ્લાનિંગ કરાશે. જેમાં 25 વિધાર્થીઓનું દર વર્ષે મેરીટ આધારે પસંદગી કરી તેમને દર વર્ષે માનદ વેતન તરીકે રૂ. 20 થી 35 હજાર અપાશે.

જુના ભરૂચને જીવંત રાખવા દરેક બિલ્ડરને એક એક બિલ્ડીંગ બનાવવા MLA નો અનુરોધ

ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ બૌડાની સિંગલ વિન્ડો અને ફેસલેસ સિસ્ટમને ગુજરાતમાં પેહલી પારદર્શક પહેલ જણાવી હતી. જેમાં બિલ્ડરો કરતા સામાન્ય વ્યક્તિને ઘર બનાવવા સરળ, સુલભ, ઝડપી અને પારદર્શક પહેલ ગણાવી હતી. સાથે જ જુના ભરૂચમાં પણ MLA એ દરેક બિલ્ડરને વિનંતી કરી હતી કે, એક એક બિલ્ડીંગ બનાવો. જૂનું ભરૂચને બચાવવા અને લોકોને રહેતા રાખવા વિકસાવવા કલેકટરને પણ નિયમોમાં કઈ છૂટ આપવા અનુરોધ કર્યો હતો.ભરૂચ કાશી પછીનું સૌથી જૂની નગરી હોય તેના પણ ઐતિહાસિક સ્મારકો, ઇમારતો અને ઓલ્ડ સિટીને વિકસાવવા બેઠકમાં વિશેષ ભાર મુક્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners