ભરૂચ જિલ્લાનું 3 મહિનાનું માસૂમ બાળક પાર્થ SMA1 બીમારીથી પીડાઈ રહ્યું હતું
છેલ્લા 3 મહિનાથી પાર્થને બચાવવા કેટલાક સંગઠનો, સમાજ અને લોકો દ્વારા મોહિમ ચાલી રહી હતી
માસૂમ માટે સહાય એકત્ર નહીં થતા પવાર પરિવારે પોતાનો લાવડકવાયો ગુમાવ્યો
પુત્રને બચાવવા પરિવારે તેમની તમામ મૂડી અને સંપત્તિ લગાવવા છતાં બાળકે જીવ ગુમાવ્યો
WatchGujarat. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અને ભરૂચ જિલ્લામાંથી SMA1 બીમારીથી પીડાતા માસૂમ માટે સહાય એકત્ર નહીં થતા પવાર પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો. અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતો પવાર પરિવાર તેમના 3 મહિનાના માસૂમ બાળક પાર્થને ગંભીર બીમારીથી બચાવવા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સંઘર્ષ કરી રહ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પાર્થને SMA સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હતી. રોજીરોટી માટે અંકલેશ્વર વસેલો પવાર પરિવાર પુત્રનો જીવ બચાવવા ₹16 કરોડના ઇન્જેક્શનનો ખર્ચ કરી શકે તેમ નહિ હોવાથી લોકોને આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી કેટલાક સંગઠનો, સમાજ અને લોકોએ તેની મદદ માટે મોહિમ ઉપાડી હતી.
છેલ્લા 4 મહિનાથી પાર્થને બચાવવા મોહિમ ચાલી રહી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે પવાર પરિવાર અંકલેશ્વરમાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરે છે. જ્યારે પાર્થના પિતા જીગલ પવાર હાલ મહારાષ્ટ્રમાં જ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. પુત્રને બચાવવા પરિવારે તેમની તમામ મૂડી અને સંપત્તિ લગાવવા છતાં ઇન્જેક્શન માટે ₹16 કરોડ એકત્ર થઈ શકયા ન હતા. જેને ધ્યાને લઇ એકના એક પુત્રને જીવડાવવા અને આ બીમારીમાંથી ઉગારી લેવા પરિવારે લોકો પાસે આર્થિક સહાય માટે હાથ લંબાવ્યા હતા. પરિવારજનો, સબંધીઓ, ઓળખીતા સહિતના પાસેથી રૂપિયા એકત્ર કરવા ફંડ રેઝિંગ માટે પ્રયાસો આદરાયા હતા.
પાર્થએ જીવનનો સાથ છોડી દેતા પરિવાર પર આભ તૂટ્યું
છેલ્લા કેટલાક સમયથી પાર્થ માટે ચાલતી મોહિમ છતાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અને ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લા સહિત દેશમાંથી ₹16 કરોડ ભેગા થઈ શકે તેવા કોઈ સારથી મળ્યા ન હતા. જેને લઈ આજે માસૂમ પાર્થએ જીવનનો સાથ છોડી દેતા પવાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
- ભરૂચ જિલ્લાનું 3 મહિનાનું માસૂમ બાળક પાર્થ SMA1 બીમારીથી પીડાઈ રહ્યું હતું
- છેલ્લા 3 મહિનાથી પાર્થને બચાવવા કેટલાક સંગઠનો, સમાજ અને લોકો દ્વારા મોહિમ ચાલી રહી હતી
- માસૂમ માટે સહાય એકત્ર નહીં થતા પવાર પરિવારે પોતાનો લાવડકવાયો ગુમાવ્યો
- પુત્રને બચાવવા પરિવારે તેમની તમામ મૂડી અને સંપત્તિ લગાવવા છતાં બાળકે જીવ ગુમાવ્યો