• રાજકોટ શહેર-જિલ્લાની અંડર-19 જુડોના ખેલાડીઓનું વલસાડથી પરત ફરતા સમયે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત
  • 10 જેટલા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા

WatchGujarat. હાઇવે પર ભારે વાહનોની અવર-જવર મોટા પ્રમાણમાં થતી હોય છે માટે અહીં અકસ્માતનાં બનાવો પણ એટલા જ ગંભીર હોય છે. મોટા વાહનની ઠોકરે આવતા અકસ્માતમાં અનેક લોકો ઘટના સ્થળે જ મોતને ભેટે છે.આવો જે એક બનાવ બગોદરા રોડ પર બન્યો હતો જ્યાં તુફાન ગાડી ટ્રકમાં પાછળથી ઘૂસી જતાં 3 વિદ્યાર્થીનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જ્યારે 10 જેટલા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા.તુફાન ગાડી વિદ્યાર્થીઓથી ભરેલી હતી જેની ટક્કર ટ્રક સાથે થતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેર-જિલ્લાની અંડર-19 જુડોના ખેલાડીઓનું વલસાડથી પરત જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને પરત ફરતા સમયે કાળ ભરખી ગયો. તુફાન વિદ્યાર્થીઓથી ભરેલી છે જે બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ ગાડી ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત થયા છે. ઘાયલોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. વિદ્યાર્થીઓના આવા કમકમાટીભર્યા મોતથી માતમ છવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ખેડા જિલ્લાના કપડવંજમાં લાડવેલ-પાંખિયા રોડ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જેમાં લાડવેલ-પાંખિયા રોડ ઉપરથી પતિ-પત્ની અને 3 સંતાનો એક સીએનજી રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર એક જ પરિવારના માતા અને બે બાળકીઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે પિતા અને ચાર માસની માસૂમ બાળકીનો આબાદ બચાવ થયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud