મૂળ સુરત જિલ્લાના પલસાણાના ડાભા ગામમાં રહેતા એક જ પરિવારમાં માતમ છવાયો
અમેરિકાના પનામામાં વિકેન્ડ પિકનિક માટે ગયા હતા,જ્યાં ત્રણનાં દરિયામાં ડૂબવાથી મોત
ઘટનામાં દિપક આહિર, તેમનો પુત્ર સ્મિત અને એક સંબંધી જિતેન્દ્ર આહિરનું મૃત્યુ
WatchGujarat મૂળ સુરત જિલ્લાના પલસાણાના ડાભા ગામમાં રહેતા એક પરિવારને રવિવારનો દિવસ અત્યંત દુ:ખદ રહ્યો હતો. વિકેન્ડમાં પિકનિક મનાવા ગયેલા પરિવારમા માતમ છવાય હતો. આ પરિવાર હાલ અમેરિકામાં છે જ્યાં પનામામાં વિકેન્ડ પિકનિક માટે ગયો હતો. જ્યાં પરિવારના ત્રણ લોકો દરિયામાં ડૂબી જતા મૃત્યુ નિપજ્યા છે.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ મૂળ સુરત જિલ્લાના પલસાણાના ડાભા ગામમાં રહેતા એક જ પરિવારના ત્રણ લોકોમાં દિપક આહિર (47), તેમનો પુત્ર સ્મિત (24) અને એક સંબંધી જિતેન્દ્ર આહિર (40)નું મૃત્યુ થયું છે. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર તેઓ લગભગ 10 વર્ષ પહેલા રોજગારની સારી તકો માટે યુએસ શિફ્ટ થયા હતા. ડાભામાં રહેતા પરિવારના સભ્ય હસમુખ આહિરે જણાવ્યું હતું કે, તેઓ ત્યાં ધંધો કરતા હતા અને સફળ હતા. તેમણે ઉમેર્યું હતું કે પરિવાર રવિવારના રોજ નિયમિત વીક એન્ડ પર બીચ પર જતો હતો.
પરિવારના સભ્યના જણાવ્યા અનુસાર જિતેન્દ્રનો પુત્ર જશ અને દિપકનો પુત્ર સ્મિત દરિયામાં તરવા ગયા હતા જ્યારે પરિવારના અન્ય સભ્યો કિનારે હતા. દિપક અને જિતેન્દ્રએ દૂરથી એક વિશાળ મોજા આવતા જોયા અને તેમના પુત્રોને બચાવવા માટે પાણીમાં ગયા પરંતુ વહેતા પાણીમાં ફસાઈ ગયા, જ્યારે માત્ર જશ સુરક્ષિત રીતે કિનારે પહોંચવામાં સફળ રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના પછી તરત જ દિપક અને સ્મિતના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે જીતેન્દ્રનો મૃતદેહ થોડા કલાકો પછી મળી આવ્યો હતો. બનાવને પગલે પલસાણાના ડાભા ગામમાં પરિવાર, મિત્રો અને સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.