જોહનિસબર્ગથી વેન્ડા તરફ જતાં પિટર્સબર્ગ પાસે કારનું ટાયર બ્લાસ્ટ થતા અકસ્માત સર્જાયો
મૂળ ભરૂચના સેગવાનો યુવાન પોતાની કારમાં 10 પેસેન્જરોને એરપોર્ટ પરથી બેસાડી જઇ રહ્યો હતો
10 માંથી 5 પેસેન્જરો મૂળ ભરૂચના જ વતની હતા
ઇજાગ્રસ્તો પૈકી 2 ની હાલત ગંભીર અન્ય 5 ને નાનીમોટી ઇજાઓ
WatchGujarat.સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગ એરપોર્ટથી વેંડા જતી કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં ભરૂચના સેગવા અને સાંસરોદ ગામના 3 યુવાનોના મોત થયા છે. જ્યારે 2 લોકોને ગંભીર અને 5 ને નાની મોટી ઇજા થઇ છે.
સાઉથ આફ્રિકાથી મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના સેગવા ગામના રહેવાસી અને હાલમાં સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા શબ્બીર યાકુબ પટેલ નામના યુવાનની કારનો જોહનિસબર્ગથી વેન્ડા તરફ આવતા માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર સેગવાના શબ્બીર યાકુબ પટેલ સહિત સાંસરોદના 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
શબ્બીર યાકુબ પટેલનો મૂળ વ્યવસાય ટ્રાવેલ્સનો હતો. બુધવારના રોજ પણ શબ્બીર પટેલ જોહનિસબર્ગથી મૂળ ભરૂચના જ 3 પેસેન્જરો સાથે કુલ 10 લોકોને લઈ વેન્ડા તરફ જવા રવાના થયો હતો. જેમાં પીટર્સબર્ગ પાસે પુરપાટ દોડતી કારનું ટાયર બ્લાસ્ટ થતા કારના સ્ટિયરિંગ પરથી ડ્રાઈવર શબ્બીર યાકુબ પટેલે કાબુ ગુમાવતા કાર પલટી જઇ ઘસડાઈ હતી. આ પલટી ગયેલી કારમાં સવાર ભરૂચ જિલ્લાના 3 નાગરિકોનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારોમા શોકની લાગણી છવાઈ ગઈ છે.
પિટર્સબર્ગ પાસે ગાડીનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં મૂળ ભરૂચના 3 લોકોના મોત નિપજ્યા છે ત્યારે અન્ય 2 ભરૂચના જ વતનીની હાલત ગંભીર હોવાની માહિતી બહાર આવી છે. ભરૂચમાં વસતા પરિવારજનોએ મૃતદેહ વતન લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે , ગત વર્ષે પણ નવેમ્બર મહિનામાં જ વેંડામાં માર્ગ અકસ્માતમાં મૂળ ભરૂચના પરિવારના પતિ, પત્ની અને પુત્રનું મોત થયું હતું. જ્યારે પુત્રીનો બચાવ થયો હતો.