છોટાઉદેપુરના આંબાખૂટ ગામે રીંછે 55 વર્ષીય આધેડનું મોં ફાડી નાંખ્યું હતું
સવારે 9 વાગ્યાથી એક વાગ્યા સુધી આ સર્જરી ચાલી હતી
દર્દીને દોઢથી બે મહિના હોસ્પિટલમાં રાખવો પડશે
Watchgujarat.ક્યારેક પ્રાણીઓ માણસ પર એટલી ક્રુરતાથી હુમલા કરતા હોય છે કે જોઇને પણ દંગ રહી જઇએ. હાલમાં જ છોટાઉદેપુરનાં આંબાખૂટ ગામે એક રીંછે 55 વર્ષીય આધેડ પર એવી રીતે હુમલો કર્યો છે આધેડનું મોં ફાડી નાખ્યું હતુ. આ જોઇને તબીબો પણ અવાચક થઇ ગયા હતા. રીંછે એટલો ભયાનક હુમલો કર્યો કે દર્દીની 4 કલાક સર્જરી ચાલી હતી. 8 તબીબોની ટીમે સર્જરી કરી હતી.
મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના આંબાખૂટ ગામે રીંછે 55 વર્ષીય આધેડનું મોં ફાડી નાંખ્યું હતું. આ આધેડને તેના પરિવારજનો આંખના પોપચા, નાક, ગાલ સહિતનો ભાગ ફાડી ખાતા ચહેરાની બાકી વધેલી ત્વચા સાથે લોહી નિગળતી હાલતમાં રાત્રે તેના પરિવારજનો એસએસજીમાં લાવ્યાં હતા. આ દર્દીનું સયાજી હોસ્પિટલમાં 4 કલાકની પ્લાસ્ટિક સર્જરી-એનેસ્થેસિયા વિભાગના 8 તબીબોની ટીમે સર્જરી કરી હતી. આ સર્જરી દરમિયાન 300થી વધુ ટાંકા લેવામાં આવ્યાં હતા.
મિડીયા સાથે વાત કરતાં પ્લાસ્ટિક વિભાગના સર્જન ડો. શૈલેશ સોનીએ જણાવ્યું કે, સામાન્યત : આટલી ઇન્જરી હોય ત્યારે સર્જન માટે પણ પડકારરૂપ હોય છે. સવારે 9 વાગ્યાથી એક વાગ્યા સુધી આ સર્જરી ચાલી હતી. ખાનગી હોસ્પિટલમાં આવી સર્જરીનો ખર્ચ રૂ.4 લાખની આસપાસ આવી શકે છે. આ દર્દી હાલમાં હોશમાં છે, 4 દિવસમાં મોંનો સોજો ઓછો થશે. દર્દીને દોઢથી બે મહિના હોસ્પિટલમાં રાખવો પડશે.
દર્દી મડુભાઇ રાઠવાના પુત્ર પ્રવીણે જણાવ્યું કે, ‘રવિવારે રાત્રે 7.30 વાગ્યે બનાવ બન્યો તે અગાઉ તેમની બૂમો સાંભળીને લોકો દોડી આવ્યાં હતા. તેમને લાવ્યા ત્યારે પડખુ ફેરવતા ચહેરો ચામડી-માસના લોચા સાથે એક તરફ ઢળી પડતો હતી. લોહીના લીધે ચહેરો પણ દેખાતો ન હતો. અમારી કોઇની ફોટો લેવાની પણ હિંમત થતી ન હતી.’
અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીનાં નાક અને ગાલના ભાગોને આકાર આપવા 5 ટાઇટેનિયમ પ્લેટ્સ નાંખવામાં આવી. આંખની નીચેના પોપચા ખવાઇ ગયા હતા. તેથી આંખોને પણ સપોર્ટ આપવામાં આવ્યો. આ દરમિયાન તમામ ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી હતી. એકવાર હાડકાઓ, ત્વચા અને ટાઇટેનિયમ પ્લેટ્સ ગોઠવાઇ ગયા બાદ તેના ચહેરાની ત્વચાને ગોઠવીને ટાંકા લેવાના શરૂ કરવામાં આવ્યાં. 300 કરતા વધુ ટાંકા લેવાયા. ત્યારબાદ તેના ચહેરાને બેન્ડેજ (પાટા)ઓથી ઢાંકી દેવાયો.