• આગામી 10 જાન્યુઆરીએ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ યોજાનારા છે
  • વાઈબ્રન્ટ સમિટની તૈયારી સાથે સંકળાયેલા પાંચ IAS અધિકારી કોરોના સંક્રમિત
  • કોરોના સંક્રમણની એન્ટ્રી સચિવાલયમાં થતા આજે મળનારી મંત્રીમંડળની બેઠક રદ કરાઈ
  • મનોજ અગ્રવાલ, જયપ્રકાશ શિવહરે, રાજકુમાર બેનિવાલ, જે.પી.ગુપ્તા, હારિત શુક્લાને કોરોના

WatchGujarat. ગુજરાતમાં એક તરફ વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઈ રહી છે. અને કેબિનેટ મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે. ત્યારે રાજ્યના પાંચ IAS અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પાંચ IASઅધિકારીઓ ગુજરાત વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ સાથે સંકળાયેલા હતા. એક સાથે પાંચ-પાંચ અધિકારીઓ કોરોના પોઝિટિવ આવતા આજે મળનારી કેબિનેટ બેઠક પણ રદ કરવામાં આવી છે.

વાઈબ્રન્ટ સમિટની તૈયારી સાથે સંકળાયેલા પાંચ IAS અધિકારી કોરોના સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે. જેમાં હત રોજ કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાની એન્ટ્રી સચિવાલયમાં પણ થઈ ચૂકી છે. ગુજરાત વાઈબ્રન્ટ સમિટની કામગીરી સાથે સંકળાયેલા પાંચ અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ઉપરાંત રાજકુમાર બેનિવાલ, જે.પી.ગુપ્તા અને હારિત શુક્લા પણ કોરોના પોઝિટિવ થયા છે. જ્યારે અન્ય કેટલાંક અધિકારીઓના રીપોર્ટ આજે આવવાની પણ શક્યતા છે.

કોરોના વિસ્ફોટ વચ્ચે ગાંધીનગરની રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. એવામાં એક જ દિવસે પાંચ IAS અધિકારી કોરોના સંક્રમિત થતાં અધિકારીઓમાં કોરોનાનો ફફડાટ ફેલાયો છે. જેથી જ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક પણ રદ કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન હજી પણ મુલાકાતીઓના ટોળાં સ્વર્ણિમ સંકુલમાં આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્વર્ણિમ સંકુલના મંત્રીઓની ચેમ્બરમાં ધારાસભ્યો તેમજ તેમના સાથીદારો માસ્ક વિના પ્રવેશ કરી રહ્યાં છે. સ્વર્ણિમ સંકુલમાં તો એટલી ભીડ થઈ જાય છે કે મુલાકાતીઓને પગ મૂકવાની જગ્યા પણ મળતી નથી. લિફ્ટમાં ચાર વ્યક્તિની મર્યાદા હોવા છતાં છ થી સાત લોકો સવારી કરી રહ્યાં હોવાની મીડિયા રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud