• સચિન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલ ગેસ લીકેજથી સર્જાઈ ગંભીર દુર્ઘટના
  • ઘટનામાં 6 મજૂરોના મોત નિપજ્યા, 20 થી વધુ મજૂરો ગંભીર
  • તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  • સિવિલમાં અસરગ્રસ્તોને સારવાર આપવા માટે ખાસ તબીબોની ટિમ પણ તૈનાત કરી દેવામાં આવી

WatchGujarat. સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં પાર્ક કરેલા કેમિકલ ટેન્કરમાંથી ગેસ લીકેજ થવાની ઘટના માં 6 મજૂરોના મોત નિપજ્યા છે. જયારે 20 થી વધુ મજૂરો ગંભીર થતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. સવારે સર્જાયેલી આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. સિવિલમાં અસરગ્રસ્તોને સારવાર આપવા માટે ખાસ તબીબોની ટિમ પણ તૈનાત કરી દેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આજરોજ સવારે સાડા ચારકલાકે સુ.મ.પા ના ફાયર વિભાગ ને કોલ મળ્યો હતો કે , સચિન જી.આઈ.ડી.સી ના નોટીફાઈડ વિસ્તાર, રોડ નં. 4,રાજ કમલ ચોકડી પાસે, એક ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે ટોક્ષિક કેમિકલ ખાડીમાં ડીસ્ચાર્જ કરવામાં આવી રહેલ હતું જે દરમિયાન કેમિકલનું ટોક્ષિક ગેસ આજુબાજુ ના વિસ્તારમાં પ્રસરી ગયું હતું.

જેમાં નજીકમાં આવેલ વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ ના અને તેની આજુ- બાજુના 26 મજુરો અને કારીગરો ને આ ટોક્ષિક ગેસ ની અસર થતા તેઓ ટપોટપ જમીન પર પડવા લાગ્યા હતા. જેમાં ફાયર વિભાગ ની ટીમ દ્વારા તમામ ને નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 રખડતા કુતરા પણ મૃત્યુ પામેલ. ફાયર વિભાગ દ્વારા ઘટના ની પરિસ્થિતિ ને જોતા આસ પાસ ના વિસ્તારને પણ ખાલી કરાવી દીધું હતું.

ઘટના ની પરિસ્થિતિ જોતા ફાયર વિભાગ ના ચીફ ફાયર ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. ફાયર વિભગ ની ટીમ દ્વારા બી.એ.સેટ પહેરીને ટેન્કર નો લીક્જ થયેલ વાલ્વ ને ફ્લાંજ લગાવી બંધ કરી દીધેલ અને ખાડીમાં ઢોળાયેલ કેમિકલને પાણી મારો ચલાવી ડાયલ્યુટ કરવામાં આવ્યું હતું. હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે.

જોકે આ ઘટનામાં 6 મજૂરોના મોત નિપજ્યા હતા. જયારે 20 થી વધુ મજૂરોને અસર થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં કેટલાકની હાલત હજી પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં કોણ જવાબદાર છે તે હજી સામે નથી આવ્યું પણ પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud