• પૈસાદાર કેદીઓને લીલાલહેર છે જ્યારે ગરીબોને હાડમારી ભોગવવાનો વારો આવે છે
  • સૂકાયેલી રોટલી,પાણી જેવી દાળ અને કોઇ પણ પ્રકારનાં સ્વાદ વિનાનું ભોજન મળતું હોવાનો કેદીઓનો આરોપ
  • સામાજિક કાર્યકર આવતીકાલે કોર્ટના જજને રજૂઆત કરશે

WatchGujarat. વડોદરાની સેન્ટ્રલ જેલ…અહીં તમને બે પ્રકારનાં કેદીઓ જોવા મળશે. જી.હા તમને સવાલ થશે કેદીઓ તો બધા સરખા જ હોય..પરંતુ અહીં એવું નથી. જે કેદીઓ પાસે રૂપિયા છે એ માલામાલ છે અને જે કેદીઓ પાસે રૂપિયા નથી તેને નથી મળતુ સારુ ખાવાનું કે નથી મળતી ઓઢવા માટે એક સારી ચાદર. માટે રોષે ભરાયેલા 600 જેટલા કેદીઓ આવતીકાલથી ભૂખ હડતાલ પર ઉતરી રહ્યા છે.

શહેરની સેન્ટ્રલ જેલમાં પૈસાદાર કેદીઓને ઓછી અગવડ પડે છે, જ્યારે ગરીબોને હાડમારી ભોગવવાનો વારો આવે છે. ખરાબ સવલતો અને સારુ ખાવાનું ન આપતા 600 કેદીઓ આવતી કાલથી ભૂખ હડતાલ પર ઉતરશે. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે એક કેદીને જાપ્તા હેઠળ બહાર લાવવામાં આવ્યો હતો ત્યાં કેદીએ તેની બહેનને વાત કરી હતી.આ કેદીની બહેને મિડીયાને જાણ કરી હતી. કેદીની બહેનના જણાવ્યા મુજબ જેલમાં ખાવા અને ઓઢવા બાબતે ખૂબ હેરાનગતિ કરવામાં આવે છે. ઘણા સમયથી આવી હેરાનગતિ કરવામાં આવી રહી છે પરંતુ હવે કંટાળેલા કેદીઓએ હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે આવતી કાલે સામાજિક કાર્યકર અને કેદીઓના પરિવારજનો કોર્ટના જજને રજૂઆત કરશે.કેદીઓને કરવામાં આવતી હેરાનગતિ બાબતે છેક ગાંધીનગર પણ રજૂઆત કરવામાં આવશે.હવે આવનારો સમય જ બતાવશે કે કેદીઓને ન્યાય મળે છે કે નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud