• ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયનાં લગ્ન સમારંભનું રાજસ્થાનનાં જોધપુર ખાતે ભવ્ય આયોજન કરાયું
  • આ જાજરમાન લગ્નમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા, ગઈકાલે બોલિવૂડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું
  • 65 ફ્લેવરની ચા પીરસાતા અને વિશ્વનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ વરઘોડિયાને આપવામાં આવતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

WatchGujarat. સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયનાં લગ્ન સમારંભનું રાજસ્થાનનાં જોધપુર ખાતે ભવ્ય આયોજન કરાયું છે. આ જાજરમાન લગ્નમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. જેમાં જુદી-જુદી 65 ફ્લેવરની ચા પીરસાતા અને વિશ્વનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ વરઘોડિયાને આપવામાં આવતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તો ગઈકાલે બોલિવૂડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંગર સચિન-જિગરની જોડીએ લોકોને પોતાના સૂરીલા અંદાજમાં ડોલાવ્યા હતા. આ તકે નવદંપતિ જય અને હિમાંશીનો કપલ ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ જાજરમાન લગ્નમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. જેમાં 65 ફ્લેવરની ચા પીરસવામાં આવતા એક રેકોર્ડ થયો હતો. જ્યારે ગઇકાલે બાન લેબ્સ દ્વારા દુનિયાનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ જેની સાઈઝ 12x12x12 ફૂટ હતી, તે જય તેમજ હિમાંશીને આપવામાં આવ્યું હતું. જેની સાઇઝ વિશ્વમાં સૌથી મોટી હોવાનું જાહેર થતા જ તેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ બંને વર્લ્ડ રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિનિયર જુરી મેમ્બરની ટીમ જોધપુરના ઉમેદભવન પેલેસ હોટેલ ખાતે પહોંચી હતી. અને બંને રેકોર્ડના સર્ટિફિકેટ મૌલશ ઉકાણીને એનાયત કરવામાં આવ્યા હતા.

આ જાજરમાન લગ્નોત્સવનાં ગઈકાલે બીજા દિવસે સવારે મંડપ મુહૂર્ત બાદ સાંજે હલ્દી રસમ અને રાત્રે બોલિવૂડ નાઇટનું આયોજન કરાયું હતું. જેમાં સાંજના સમયે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનોએ રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતેથી જોધપુર શહેરનો નજારો નિહાળ્યો હતો. આ સાથે બોલિવૂડ નાઇટમાં જાણીતા સિંગર સચિન-જિગરની જુગલ જોડીએ લોકોને પોતાના સૂરીલા અંદાજમાં મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમજ જય અને હિમાંશી દ્વારા એક રોમાન્ટિક કપલ ડાન્સ કરવામાં આવ્યો હતો. જે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ પહેલા ઉમેદભવન પેલેસમાં હલ્દી રસમ યોજાઈ હતી. જેમાં વરઘોડિયાએ યલો કલરનાં વસ્ત્રો ધારણ કર્યા હતા. ગણપતિનું પૂજન કર્યા બાદ હલ્દીની રસમ કરવામાં આવી હતી. જેમાં દરેક મહેમાનોએ જય અને હેમાંશીને હલ્દી લગાવી હતી. ત્યારબાદ ફૂલો કી હોળી જય અને હેમાંશીને રમાડવામાં આવી હતી. જેમાં 100 કિલોથી વધુ ફૂલો વપરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પૂલ સાઇડ ઉપર વિવિધ પ્રકારના ભોજન પીરસવામાં આવ્યા હતા. સાથે બોર, આંબલીના કાતરા, કાચી કેરી, નાળિયેર પાણી પણ પીરસવામાં આવ્યું હતું. અનેક ગામઠી સ્ટાઇલની વસ્તુઓનો પણ મહેમાનોએ આનંદ માણ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners