• એક વર્ષમાં સૌથી વધુ સુરતમાં 629 બાળકો ગુમ થયાં
  • રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજાર 92 બાળકો ગુમ થયાં
  • હજી 1007 બાળકોનો આજદિન સુધી કોઈ જ અત્તોપત્તો નથી

 WatchGujarat.હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે. તેમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. કહેવાતા સલામત ગુજરાતમાં રોજ 9 જેટલા બાળકો ગુમ થાય છે. આ આંકડો ખરેખર ચિંતાનો વિષય છે. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે ગુમ થયેલા બાળકોની માહિતી આપી હતી. જેનો આંકડો જોઇને તમે ચોંકી જશો.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના સવાલનો લેખિતમાં વર્ષ 2019થી 2021 સુધીના આ આંકડા રાજ્ય સરકારે આપ્યા છે,રાજ્યમાં રોજ 9 બાળકો ગુમ થાય છે. 3 વર્ષમાં 10 હજાર બાળકો ગુમ થયાં.એક વર્ષમાં સૌથી વધુ સુરતમાં 629 બાળકો ગુમ થયાં છે.રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજાર 92 બાળકો ગુમ થયાં હતાં. જે પૈકી 9085 બાળકો પરત મળી આવ્યાં હતાં. હજી 1007 બાળકોનો આજદિન સુધી કોઈ જ અત્તોપત્તો નથી.સરકારનું કહેવું છે કે, બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે.

વર્ષ 2021માં રાજ્યમાંથી ગુમ થયેલા બાળકો

શહેર                  ગુમ થયેલા બાળકો          પરત આવેલા બાળકો
સુરત                        629                                 506
અમદાવાદ               338                                293
ગાંધીનગરમાં           142                                117
વડોદરા                   104
મહેસાણા જિલ્લો    123
બનાસકાંઠા           104
ખેડા જિલ્લો           121
દાહોદ                   132
ભરૂચ જિલ્લો        131

ઉપરોક્ત જિલ્લામાંથી ખોવાયેલા બાળકોને શોધવા ટીમો બનાવી તપાસ થાય છે સરકારનું કહેવું છે કે, બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. ચિલ્ડ્ર્ન હોમમાં નિયમિત તપાસ કરાય છે.મિસિંગ સેલ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. બાળકોને શોધી કાઢવા માટે અવારનવાર ઉપરી અધિકારી દ્વારા આદેશો કરવામાં આવે છે. આમ તંત્ર દ્વારા ગુમ થયેલા બાળકો પરત મળી આવે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવતાં હોવાનું કહેવાય છે.મોટા ભાગના કિસ્સામાં બાળકો પરત મળી આવતાં હોય છે.

2020માં રાજ્યમાં 7673 મહિલાઓ ગુમ થઈ હતી

માત્ર બાળકો જ નહી પરંતુ મહિલાઓ પણ ગુમ થાય છે. વિધાનસભામાં ગૃહ વિભાગે માહિતી રજૂ કરી છે કે, વર્ષ 2020માં ગુજરાતમાં કુલ મળીને 7673 મહિલાઓ કોઇને કોઇ કારણોસર ગૂમ થઇ હતી. જેમાંથી 6528 મહિલાઓ પરત આવી હતી. રાજ્યમાંથી 1145 મહિલાઓ ગાયબ છે. એક જ વર્ષમાં અમદાવાદમાં 1870 મહિલાઓ ગુમ થઇ હતી જેમાંથી 974 મહિલાઓનો પરત મળી આવી હતી.

ગુમ થયેલી મહિલાઓની યાદી

શહેર          ગુમ થયેલી મહિલા        મળી આવેલ મહિલા
સુરત                  1216                               988
વડોદરા             327                                 291
મહેસાણા         296                                272

Facebook Comments Box

Videos

Our Partners