• આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે
  • કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન અને કોરોનાની સ્થિતિ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે
  • જાન્યુઆરી માસમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓના મુદ્દે પણ થશે ચર્ચા
  • રોકાણ કારોને આકર્ષવા માટે 25 નવેમ્બરે દિલ્હી ખાતે પ્રથમ રોડ શો યોજવવાનો છે

WatchGujarat. આજરોજ ગાંધીનગર ખાતે કેબીનેટની બેઠક યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન અને કોરોનાની સ્થિતિ સહિતના અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં કેબીનેટ બેઠક દરમ્યાન જાન્યુઆરી માસમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત વિશે પણ ચર્ચા કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસરાર આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. જેમાં હાલમાં રાજયમાં પડેલા કમોસમી પાક અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે 15 નવેમ્બરે થયેલા માવઠાના કારણે ખેડૂતોના રવી પાકને નુકસાન પહોંચ્યું છે. તેમજ માર્કેટ યાર્ડમાં પાક પલળી જવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેથી ખેડૂતોએ આ અંગે સહાયની પણ માંગ કરી છે. જો કે પાક વીમાના નવા નિયમો મુજબ 15 નવેમ્બર બાદમાં વરસાદ પડે તો તેનું વળતર મળી શકશે નહિ.

જાન્યુઆરી માસમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓના મુદ્દે પણ થશે ચર્ચા

આ ઉપરાંત જાન્યુઆરી માસમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ વાયબ્રન્ટ ગુજરાતને લઇને રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રોકાણકારોને આકર્ષવા માટે 25 નવેમ્બરે દિલ્હી ખાતે પ્રથમ રોડ શો યોજવવાનો છે. ઉપરાંત 10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન થશે. જેમાં 9 જાન્યુઆરી સુધી પ્રિ-વાયબ્રન્ટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ ઈવેન્ટમાં બે કાર્યક્રમોમાં બે કાર્યક્રમ અલગ છે.

ધોરણ 1 થી 5ના ઓફ લાઇન કલાસ અંગે અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે

આ કેબિનેટ બેઠકમાં વર્તમાન માં શરૂ કરાયેલા ધોરણ 1 થી 5ના ઓફ લાઇન કલાસ અંગે અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ અને વડોદરામાં કોરોનાના વધુ કેસો જોવા મળી રહ્યા છે. જેના પગલે શહેરી વિસ્તારોમાં સરકારે કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી છે. તેમજ કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે પણ ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ વધતા જતા કોરોના કેસ વચ્ચે ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ થતાં બાળકો પર જોખમ ઉભું થઈ શકે છે. જોકે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાની સાથે જ રાજયના અલગ અલગ વાલી મંડળોએ ફી ઘટાડાની પણ માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં સરકાર દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. પરંતુ હવે વાલીઓ દ્વારા આ ફી માફીને વધુ લંબાવવાની માંગ કરવામાં આવી છે. જોકે સરકારે અચાનક લીધેલો નિર્ણય કોના હિતમાં લીધો છે તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ કેબિનેટ બેઠકમાં આ મુદ્દાઓ અંગે ચર્ચા બાદ ક્યા ક્યા નિર્ણયો લેવાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud