• રાજકોટના વીરપૂરના મેવાસામાં લગ્નેતર પ્રેમ સંબંધનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો 
  • પ્રેમીને પામવા તેની સાથે મળી પત્નીએ પતિની હત્યાનો પ્રયાસ કર્યો
  • પતિ ચાલાકીપૂર્વક બહાર દોડી જતા પાડોશીઓએ તેનો જીવ બચાવ્યો
  • પત્ની-પ્રેમી તેમજ તેની મદદ કરનાર એક શખ્સને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

WatchGujarat. જિલ્લાના વીરપૂરના મેવાસામાં લગ્નેતર પ્રેમ સંબંધનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમીને પામવા તેની સાથે મળી પત્નીએ પતિની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે પતિ ચાલાકીપૂર્વક બહાર દોડી જતા પાડોશીઓએ તેનો જીવ બચાવ્યો છે અને પત્ની-પ્રેમી તેમજ તેની મદદ કરનાર એક શખ્સને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. હાલ ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જિલ્લાનાં વીરપુર તાલુકાનાં મેવાસા ગામે રહેતા કિશોર ધીરુભાઈ રાદડિયાની પત્ની હિનાને જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે રહેતા આશિષ અરવિંદભાઈ સાકરિયા સાથે પ્રેમ સંબંધ થઇ ગયો હતો. આ બંને મોબાઈલમાં વોટ્સએપ ઉપર મેસેજ કરતા હોવાની જાણ હિનાના પતિ અને તેના કુટુંબીને થતા તેવોએ આશિષને મેવાસા બોલાવીને સમજાવ્યો હતો. અને જણાવ્યું હતું કે, તું શા માટે બીજાનું ઘર ભાગવા ઉભો થયો છો ? તું આ સબંધ તોડી નાખ.

જો કે આશિષને મેવાસા બોલાવવો અને હિના સહિત બંનેને સમજાવવાની વાતથી આ પ્રેમી પંખીડા ઉશ્કેરાઈ ગયા હતા. જેને લઈને હિનાએ આશિષને મેસેજે કરીને બપોરના સમયે મેવાસા બોલાવ્યો હતો. અને આશિષને કહ્યું હતું કે હું કિશોરના પગ પકડી રાખીશ અને તું ગળું દબાવીને મારી નાખજે. પછી પતિ કિશોરને ચૂંદડી વડે બાંધીને તને પંખે લટકાવી દેશું, પરંતુ હિના – આશિષનાં આ પ્લાનની કિશોરને જાણ થઈ ગઈ હતી.

પત્ની તેમજ તેના પ્રેમીનાં પ્લાનની જાણ થતાં કિશોર સતર્ક થઈ ગયો હતો. અને પત્ની તેના પ્રેમી ઉપરાંત પ્રેમી આશિષનાં મિત્ર પ્રતીક વિરડીયાને ચકમો આપી ઘરની બહાર દોડી ગયો હતો. બાદમાં કિશોરે બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. અને પત્ની તેના પ્રેમી અને પ્રેમીનાં મિત્ર ત્રણેયને ઝડપી લઈ પોલીસનાં હવાલે કરી ઇજાગ્રસ્ત બનેલા કિશોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ હિના અને તેનો પ્રેમી આશિષ બંને હત્યાના પ્રયાસમાં જેલની હવા ખાઈ રહ્યાં છે. અને તને સાથ આપનાર પ્રતીક વિરડીયા પણ જેલ હવાલે છે. આમ હિના અને આશિષને તેનો પ્રેમ તો ન મળ્યો પરંતુ જેલ મળી ચુકી છે. હવે ત્રણેયને અદાલત ક્યારે અને શું સજા આપે છે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.

Facebook Comments Box

Videos

Our Partners