• મહાદેવ મંદિર સામે આવેલા 3 મકાનો પૈકી એક મકાનને ઉતારવાની ચાલતી કામગીરીમાં બાજુના મકાનની છત અને ત્રીજા મકાનની દીવાલ કડડભૂસ થઇ
  • બે મહિલા અને એક બાળકી કાટમાળમાં દબાતા સ્થાનિકોએ હેમખેમ બહાર કાઢ્યા
  • પાલિકાના ફાયર ફાઈટરો, 108 અને વીજ ટીમો દોડી આવી, વિસ્તારમાં વીજ પુરવઠો કટ કરાયો

WatchGujarata. જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં 2 મકાનો ઘડાકાભેર મોડી સાંજે અચાનક ધરાશાયી થતાં નાસભાગ મચી જવા પામી હતી. બે મહિલા સહિત કાટમાળમાં દબાયેલ બાળકીને સ્થાનિકોએ હેમખેમ બહાર કાઢી લેતા ઘટનામાં કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો છે.

જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં મહાદેવ મંદિર સામે મકાન નંબર બી-13 થી 15 આવેલા છે. જેમાં એક મકાનમાં રહેતા નવીનભાઈ જાદવે પોતાનું નવું મકાન બાંધવા વર્ષો જૂના મકાનને ઉતરાવા કામગીરી છેલ્લા એક અઠવાડીયાથી શરૂ કરી હતી. મંગળવારે મોડી સાંજે પણ મજૂરો કામ પૂરૂ કરી ગયાના અડધો કલાક બાદ અચાનક ધડાકાભેર તેમના મકાનને અડીને આવેલ એક મકાનની છત અને બાજુના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.

આ ઘટનામાં બાજુમાં જ રહેતા જીગર અશોકભાઇ કાયસ્થના મકાનમાં તેમની માતા ભાવનાબેન, પત્ની હિના તથા પુત્રી નિત્યા ઘરમાં દબાયા હતા. અચાનક ધડાકાના પગલે આસપાસના સ્થાનીકો દોડી આવ્યા હતા અને ઘરમાં ફસાયેલા ત્રણેવને હેમખેમ બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ નગર પાલિકા ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ સહિત 108 અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સલામતીના ભાગરૂપે વિસ્તારનો વિજપૂરવઠો કટ કર્યો હતો. જોતજોતામાં જુના ભરૂચમાં લોકટોળા એકત્રીત થયા હતા. સ્થાનીક કોર્પોરેટર ચિરાગ ભટ્ટ અને માજી કોર્પોરેટર રાજેશ ચોહાણ સહિતના ભાજપના અગેવાનો પણ દોડી આવ્યા હતા અને આબાદ બચાવ થયેલા ઘરના સભ્યોને સાંન્તવના પાઠવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud