• ભરૂચના આશુતોષ નગરમાં રાતે ધાપ મારવા આવેલી તસ્કર ટોળકી CCTV માં કેદ
  • 5 જેટલા તસ્કરો સોસાયટીના સીસીટીવમાં મધરાતે નજરે પડ્યા
  • લોકોએ પડકારતા તસ્કરો નાસી છૂટ્યા, કરફ્યુ અને કાતિલ ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય

WatchGujarat. ભરૂચમાં કોરોના કરફ્યુ વચ્ચે પણ શિયાળાની કાતિલ ઠંડીમાં જાણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. પેહલા પૂર્વ ભરૂચની સોસાયટીઓમાં મધરાતે તસ્કર ટોળકી ત્રાટકવાની સામે આવેલી ઘટના બાદ હવે મધ્ય ભરૂચની સોસાયટીમાં આવેલા 5 જેટલા તસ્કરોની ગતિવિધિ સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારની સોસાયટીઓમાં અગાઉ તસ્કર ટોળકીના આતંકના CCTV સામે આવ્યા બાદ હવે લિંક રોડની સોસાયટીમાં 5 તસ્કરોની ટોળકી કેદ થઈ છે. ભોલાવ અને ઝાડેશ્વરની સોસાયટીઓના રહીશોને રોજ મધરાતે આવતા તસ્કરોના પગલે રાત્રી પહેરો ભરવાની પણ નોબત ઉભી થઇ હતી.

હવે શહેરના લિંક રોડ ઉપર આવેલી આશુતોષ સોસાયટીમાં 5 જેટલા તસ્કરો મધરાતે ચોરી કરવા ઘુસ્યા હોવાના CCTV સામે આવ્યા છે. સોસાયટીના અલગ અલગ મકાનોમાં ખાખા ખોળા કરતી આ તસ્કરોની ટોળકીને કોઈ સ્થાનિક રહીશે જાગી જઈ પડકારી હતી.

ચોર આવ્યા હોવાની બુમરાણ મચાવતા તસ્કરો નાસી છૂટ્યા હતા. જોકે તસ્કર ટોળકીની આશુતોષ સોસાયટીમાં તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્રીજી લહેરમાં વધતા જતા કેસોને લઈ જ્યાં ભરૂચ અને અંકલેશ્વરમાં પણ નાઈટ કરફ્યુ લાગુ કરાયો છે. ત્યારે તસ્કરો ઠંડી અને કરફ્યુનો ગેરલાભ ઉઠાવી સોસાયટીઓમાં મધરાતે ચોરીને અંજામ આપવા નીકળી રહ્યા હોય તેમ સામે આવી રહેલા સીસીટીવી ઉપરથી લાગી રહ્યું છે. પોલીસ સોસાયટીમાં નાઈટ પેટ્રોલિંગ કરે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યાં છે.

Facebook Comments Box

Videos

Our Partners