• બાળક તેની માતાના વાળ પકડીને રડી રહ્યું હતું, જેને અલગ કરવા મૃત માતાના વાળ કાપવા પડ્યા
  • જન્મના એક જ મહિનામાં બાળકે માતાની છત્રછાયા ગુમાવી, બાળકે આજે સિવિલ હોસ્પિટલ ખસેડાયું
  • મહિલાનું મોત કયા કારણોસર થયું તે જાણી શકાયું નથી
  • આ દ્રશ્ય જોઈને દરેકની આંખો પણ છલકાઈ ઉઠી

WatchGujarat. સુરતમાં આજે કરૂણ દ્રશ્ય સર્જાયું હતું જેને જોઈને સૌ કોઈના આંખમાં આંસુ આવી જાય. સુરતમાં જન્મના એક જ મહિનામાં બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. આ બાળક પોતાની મૃત માતાના વાળ પકડીને રડી રહ્યું હતું. માતાની છત્રછાયા ગુમાવનાર બાળકને આજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે હજુ સુધી મહિલાનું મોત કયા કારણોસર થયું તે જાણી શકાયું નથી. પરંતુ પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે બાળક તેની માતાના વાળ પકડીને રડી રહ્યું હતું. જેને અલગ કરવા મૃત માતાના વાળ કાપવા પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને દરેકની આંખો પણ છલકાઈ ઉઠી હતી.

આ દ્રશ્ય જોઈને દરેકની આંખો પણ છલકાઈ ઉઠી

પ્રાપ્ત વિગતો અનુસાર સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલા મુસ્કાન પ્રજાપતિનો પતિ રવિન્દ્ર પ્રજાપતિ લાકડાની ફેકટરીમાં કામ કરતો હતો. છેલ્લા એક અઠવાડિયાથી મુસ્કાન બીમાર હતી. જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઘટના વખતે પતિ રવિન્દ્ર પ્રજાપતિ રેલવે સ્ટેશને ટીકીટ લેવા ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મહિલાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેણે નવજાત બાળક પાસે જ દમ તોડી દીધો હતો.

મહિલાનું મોત કયા કારણોસર થયું તે જાણી શકાયું નથી

બનાવની જાણ છતાં જ 108 એમ્બ્યુલન્સ મારફત કર્મચારીઓ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યાં ખૂબ કરુણ દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યાં એક મહિનાનું માસૂમ બાળક મૃત માતાના વાળ પકડીને રડી રહ્યું હતું. તે માતાના વાળ છોડતું જ ન હતું. બાળક કલાકોથી રડી રડીને લાલ થઈ ગયું હતું. મહત્વનું છે કે બાળકને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા સિવિલના સ્ટાફે બાળકને હૂંફ આપી હતી. અને દૂધ પીવડાવ્યું હતું. સિસ્ટર થી લઈને પરિચારિકાઓ બધા જ બાળકને હૂંફ આપતા દેખાયા હતા. પોલીસે માતાના મોતનું સાચું કારણ જાણવા તેના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud