• કોરોના અને સામાન્ય ફ્લૂના લક્ષણો વચ્ચે પણ ફરક સમજવો મુશ્કેલ
  • બ્રિટન દ્વારા જણાવવામાં આવેલા રિપોર્ટમાં ઓમિક્રોનના 20 લક્ષણોના લિસ્ટમાં એક નવું લક્ષણ સામે આવ્યું
  • કાનમાં ધાક પડવી, સીટી વાગવી, ચક્કર આવે તો હોઈ શકે છે ઓમિક્રોન
  • ઓમિક્રોન આંતરડામાં પણ ઈન્ફેક્શન ફેલાવી શકે છે

Omicron નું આ લક્ષણ જોવા મળે છે સૌથી પહેલા, વેક્સિન લીધા બાદ પણ આવી રહ્યું છે નજર

WatchGujarat. કોરોનાની ત્રીજી લહેર અત્યારે પીક પર છે. દિવસેને દિવસે કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાી રહ્યા છે. કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટમાં ઘણાં લક્ષણો જોવા મળી રહ્યા છે. જેના કારણે કોરોના અને સામાન્ય ફ્લૂના લક્ષણો વચ્ચે પણ ફરક સમજવો મુશ્કેલ થઈ ગયો છે. તાજેતરમાં બ્રિટન દ્વારા જણાવવામાં આવેલા એક રિપોર્ટમાં ઓમિક્રોનના 20 લક્ષણોના લિસ્ટમાં એક નવું લક્ષણ સામે આવ્યું છે. જેના આધાર ઉપર પણ હવે ઓમિક્રોનની ઓળખ કરી શકાય છે.

સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોવિડના સંપર્કમાં આવેલા લોકોના કાનનું પરિક્ષણ કર્યું છે. જેના દ્વારા ખબર પડી છે કે, ઓમિક્રોનના દર્દીને કાનમાં તકલીફ થઈ રહી છે. આ રિસર્ચમાં તેમણે જોયું છે કે, દર્દીને કાનમાં દુખાવો અને સણકા મારવા જેવી મુશ્કેલીઓ થઈ રહી છે. જે જનરલી લોકોને ખબર જ નથી કે આ પણ કોવિડનું એક લક્ષણ છે.

ડૉ. કોન્સ્ટેંટિના સ્ટેંકોવિકે કહ્યું છે કે, જો તમને સાંભળવામાં તકલીફ પડે છે, કાનમાં ધાક પડી જાય કે, સીટી વાગતી હોય તેવો અવાજ સંભળાય કે ચક્કર આવે તો આ સમસ્યાને ઈગ્નોર ના કરવી જોઈએ. આ સંજોગોમાં તુરંત કોવિડનો ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે, ઘણાં દર્દીઓમાં અમે કોરોનાના લક્ષણ તરીકે માત્ર ઓછું સંભળાવવાની ફરિયાદ જોઈ છે.

ઓમિક્રોન શરીરના ઘણાં અંગોને ઝપટમાં લઈ રહ્યું છે. હ્રદય, મગજ, આંખ સિવાય હવે તેની અસર કાન ઉપર પણ થઈ રહી છે. નવા વેરિયન્ટના કારણે કાનમાં દુખાવો, સણકા મારવા, ધાક પડવા જેવી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. ઓમિક્રોનના લક્ષણો ખાસ કરીને એ લોકોમાં જોવા મળી રહ્યા છે જે લોકો ફૂલી વેક્સિનેટેડ છે. આ વેરિયન્ટના કારણે દર્દીને ઠંડી લાગવા જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. આ વિશે નિષ્ણાતોનું કહેવું છે કે, જો આવા લક્ષણો દેખાય અને સમયસર સારવાર કરવામાં ના આવે તો મુશ્કેલી વધી શકે છે.

આ સિવાય ZOE કોવિડ લક્ષણ રિસર્ચના પ્રોફેસર ટિમ સ્પેકટરે સન ઓનલાઈનને જણાવ્યું છે કે, આ વેરિયન્ટ તમારા નાકની જગ્યાએ તમારા આંતરડામાં પણ છુપાયેલો હોઈ શકે છે. તેનો અર્થ એ થયો કે જ્યારે કોઈ સંક્રમિત થાય અને તેમનું પેટ ખરાબ હોવાના લક્ષણ અનુભવે તો ત્યારે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ પણ આવતો હોય છે. આવું એટલે થાય છે કારણકે નાક અથવા મોઢામાં ઓમિક્રોનના કોઈ નિશાન મળતા નથી. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે આ વાયરસ શરીરના વિવિધ હિસ્સામાં જોવા મળે છે. આ સંજોગોમાં શક્ય છે કે, ઓમિક્રોન આંતરડામાં પણ ઈન્ફેક્શન ફેલાવી શકે છે.

Facebook Comments Box

Videos

Our Partners