• શહેરના અયોધ્યા ચોક પાસે આવેલા એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડે ફ્લેટમાં ગોળી મારી આપઘાત કર્યો
  • પરેશભાઈ જોશી નામના પ્રૌઢે 12 બોરના જોટામાંથી ફાયરિંગ કરીને જીવતરનો અંત કરી લીધો
  • પ્રાથમિક તપાસમાં મૃતક પરેશભાઈ ડિપ્રેશનમાં રહેતા હોવાનું સામે આવ્યું
  • યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

WatchGujarat. શહેરના અયોધ્યા ચોક પાસે આવેલા શિવ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા સિક્યુરિટી ગાર્ડે ફ્લેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા પરેશભાઈ જોશી નામના પ્રૌઢે 12 બોરના જોટામાંથી ફાયરિંગ કરીને જીવતરનો અંત કરી લીધો હતો. મૃતકે દાઢી નીચે 12 બોરનો જોટો રાખી ફાયરિંગ કરતા ખોપરી સુધી ચીંથરા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તો પરેશભાઈ ડિપ્રેશનમાં રહેતા હોવાનું ખુલ્યું છે. જેને આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યાચોક નજીક આવેલા શિવ સાગર એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા અને સિક્યુરિટી તરીકે કામ કરતા 51 વર્ષીય પરેશભાઈ ગોરધનભાઈ જોશી નામના પ્રૌઢે આત્મહત્યા કરી હતી. પોતાની 12 બોર જોટાવાળી બંદૂકથી દાઢીના ભાગે નીચે ભડાકો કરીને તેમણે જીવતરનો અંત આણ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક પરેશ જોશી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું અને ડિપ્રેશનમાં રહેતા બંદૂકથી દાઢીના નીચેના ભાગે ગોળી મારી લીધાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 30 ડિસેમ્બરના રાજકોટ મનપાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર પરેશ જોશીએ પણ સાંજના સમયે કોઈ કારણો સર રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ન્યારીડેમ ખાતે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ન્યારી ડેમ ખાતે કોઈ વ્યક્તિ દ્વારા પરેશ જોશીના મૃતદેહને જોતા પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. બાદમાં ફાયર વિભાગ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 3થી 4 દિવસથી પરેશ જોશી ટેન્શનમાં રહેતા હોવાનું પરિજનોએ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud