• જુનાગઢના કેશોદ તાલુકામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો
  • યુવકે સ્ટેરિંગ પરથી કાબુ ગમાવતા એક્ટીવા હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયું
  • ઘટના સીસીટીવીમાં કેદ થઈ, સદનસીબે આ અકસ્માતમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો

WatchGujarat. કેશોદ તાલુકામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રસ્તા ઉપર એક્ટીવા લઈને જઈ રહેલા યુવકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રોડની બાજુમાં સરકી જતાં એક્ટીવા હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે.

જાણવા મળતી વિગત પ્રમાણે કેશોદ તાલુકાના ભાટ સીમારોલી ગામ પાસેથી એક એક્ટિવા સવાર પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં એક્ટિવા રસ્તાની સાઈડમાં ઊતરી ગયું હતું અને હવામાં ઊછળ્યું હતું. ચાલક નીચે પટકાયો હતો અને દસેક ફૂટ દૂર એક્ટિવા પડ્યું હતું. આ ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સફેદ કલરના એક્ટીવા ઉપર એક યુવક જઈ રહ્યો છે ત્યારે અચાનક કાબુ ગુમાવતા એક્ટીવા રોડની બાજુમાં સરકી જાય છે. અને ખાડામાં પડતાં એક્ટીવા હવામાં દૂર સુધી ફંગોળાય છે. જેમાં એક્ટીવાના ભુક્કા બોલી જાય છે. તો યુવક પણ બીજી દિશામાં રસ્તા ઉપર પટકાય છે.

અકસ્માતને પગલે ત્યાં હાજર અન્ય રાહદારીઓ દોડી આવી ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે જોરદાર અકસ્માત છતાં ચાલક બચી ગયો હતો. તેને સારવાર માટે ખસેડીને સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners