સોલા બ્રિજ પાસે આઇસર કાર્ગો ટેમ્પોનુ ટાયર પંચર થતાં સર્જાયો અકસ્માત
અકસ્માતમાં કારચાલકનો પેટ, થાપા અને પગનો ભાગ ફસાઈ જતા બહાર કાઢવો મુશ્કેલ બન્યુ
ફાયર બ્રિગેડને જાણ કરતાં દોઢ કલાકની જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કરાયું
ગંભીર રીતે ઘાયલ કારચાલકને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
WatchGujarat. સોલા બ્રિજ પાસે આજે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડિવાઈડર સાથે અથડાયેલી ટ્રકમાં પાછળથી પૂર ઝડપે આવતી કાર ભટકાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર કારમાં ફસાઈ જતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. જોકે ફાયર બ્રિગેડ દ્વારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત કારચાલકનું રેસ્ક્યુ કરીને સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર આજે સવારે 11:30 વાગ્યે સોલા બ્રિજ નીચે આવેલા કારગીલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલી આઈસર કાર્ગો ટ્રકનું ટાયર ફાટતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ સમયે પાછળથી 100થી વધુની સ્પીડે આવી રહેલી ફોર્ડ એન્ડેવર કારે અચાનક કાબુ ગુમાવતા ટ્રકમાં ધડાકાભેર અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કારચાલક યુવકનો પેટ, થાપા અને પગનો ભાગ ફસાઈ ગયો હતો. આસપાસના લોકો યુવકની મદદે દોડી આવ્યા હતા. પરંતુ તેને બહાર કાઢવું ખૂબ જ મુશ્કેલ હતું. ઉપરાંત અકસ્માતના કારણે સોલા બ્રિજ પાસે ભારે ટ્રાફિક જામ થયો હતો.
સ્થાનિકો દ્વારા પોલીસને અકસ્માતની જાણ કરતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બનાવ અંગે watchgujarat.com સાથે વાત કરતાં ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતુ કે, આજે સવારે 11:30 વાગ્યે સોલા બ્રિજ પાસે અકસ્માત થયો હોવાની માહિતી મળતાં જ અમારી પાંચ ટીમ CFO, Dy CFO, DFO અને STO વાહનો સાથે બનાવના સ્થળે પહોંચી હતી. જ્યાં કારમાં ફસાયેલા યુવકને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી. યુવકનો પેટ, થાપા અને પગનો ભાગ ફસાઈ ગયો હતો. જેથી કારનો ડ્રાઇવર સાઇડ અને આગળનો ભાગ અને દરવાજા કાપ્યા બાદ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે યુવકનું રેસ્ક્યુ કરવામાં ફાયર બ્રિગેડને આશરે દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો.
મહત્વનું છે કે કાર પૂરઝડપે ટ્રકમાં અથડાતા યુવકે પગ સહિત અનેક ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક ધોરણે EMRI 108 દ્વારા સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ યુવકનું નામ તિલક દર્શનભાઇ લાખાણી-22(રહે. 24, શ્યામ વિહાર બંગલો, બાગબાન પાર્ટીપ્લોટ, થલતેજ) હોવાનું જાણવા મળી રહ્યું છે. 22 વર્ષીય તિલક થલતેજથી અદાણી શાંતિગ્રામ માર્કેટ જઈ રહ્યો હતો. જ્યાં રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. હાલ પીડિત તિલક લાખાણીની તબિયત સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.