• ધોળકાના વારણા પાસે થયો ભયંકર અકસ્માત
  • ઈકો અને ટેન્ક વચ્ચે થયો હતો ગમખ્વાર અકસ્માત
  • નવ ઉપરાંત લોકો ઘવાયા, પાંચના મોત જ્યારે ચાર ઈજાગ્રસ્ત
  • મૃતક તમામ ખંભાતના હોવાનુ જાણવા મળ્યું
WatchGujarat. અમદાવાદ જિલ્લાને અડીને જતા નેશનલ હાઈવે સહિત મુખ્યા માર્ગો પર દિન-પ્રતિ દિન અક્સમાતના બનાવો ખુબ વધી રહ્યા છે. તેવામાં આજે ધોળકાના વારણા ગામ પાસે વહેલી સવારમાં કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકો કાળનો કોળીયો બની ગયા હતા. જ્યારે ચારથી વધુ લોકોને ઈજા પહોંચતા તેઓને તાત્કાલીક નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કોઠ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ,  આજે વહેલી સવારમાં ભાવનગરના હાઈવે પર ધોળકાના વારણા ગામ પાસે ઈકો કાર અને ટેન્કર એક બીજા સાથે જોરદારના ભટકાયા હતા. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં સવાર નવમાંથી પાંચ જણાના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ચારથી ઉપરાંત લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક ખંભાતના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, મૃતક તમામ ખંભાતના જ રહેવાસી હતા.
ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને ઘરે પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળેજ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ચારથી ઉપરાંત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની જાણ પોલીસને થતા કોઠ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud