• શહેરના મહિધરપુરા વિસ્તારના યુવકને હનિટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા
  • યુવકને હનીટ્રેપમાં ફસાવી નગ્ન વિડીયો વાયરલ કરવાની આરોપીઓએ ધમકી આપી
  • ધમકી આપનાર મહિલા અને ઉમરા પોલીસની ડી સ્ટાફ તરીકેની ઓળખ આપનાર ઠગ ટોળકી વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાઈ

WatchGujarat. સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા ફુલના વેપારીને શરીરસુખ માણવાની લાલચ આપી વેસુના સુડા આવાસમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવી નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર મહિલા અને ઉમરા પોલીસની ડી સ્ટાફ તરીકેની ઓળખ આપનાર ઠગ ટોળકી વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

આ મામલે મળતી વિગતો અનુસાર મહિધરપુરા વિસ્તારમાં ફુલનો ધંધો કરતા કરતા અજયને 13 જાન્યુઆરીએ એક મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં એક મહિલાએ વિડીયો કોલ અને મેસેજ કરી એકાંતમાં મળવા માટેની મીઠી મીઠી લોભામણી રોમેન્‍ટીક વાતો કરી હતી. અને ત્યારબાદ શરીરસુખ માણવાની લાલચ આપી વેસુ સુડા આવાસમાં અજયને બોલાવ્યો હતો. જયાં અજય અને યુવતી રૂમમાં જઇ કપડા ઉતરતા વેંત સુરજ તિવારી નામનો ઇસમ તથા તેની સાથેના બે અજાણ્‍યા ઇસમો ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓ અજયને પકડી લઇ સુરજ તિવારી પોતે ઉમરા પોલીસ સ્‍ટેશનનો ડી-સ્‍ટાફનો પોલીસ વાળો છું તેમ કહી અને આ અમારી બહેન છે, તે બળાત્કાર કરી જીંદગી બરબાદ કરી નાંખી છે એમ કહી માર માર્યો હતો.

આ ઉપરાંત પોલીસ કેસ કરવાની અને સમાધાન કરવું હોય તો 5 લાખની માંગણી કરી હતી. પરંતુ અજયે 5 લાખ નહીં હોવાનું કહેતા 1.50 લાખ આપવા પડશે નહીં તો નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી માર માર્યો હતો. અજયે પોતાના ઘરે જઇ 20 હજાર આપ્યા હતા અને બાકીના 1.30 લાખ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે એમ કહ્યું હતું. જો કે ત્યાર બાદ પણ ઉઘરાણી કરી ધાક-ધમકી આપતા છેવટે અજયે આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે તપાસ શરુ કરી છે.

બીજી તરફ આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. હનીટ્રેપનો ભોગ બનનાર અજયએ બ્લેકમેલ કરતા સુરજ તિવારી સામે પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે પોલીસે સુરજ તિવારીને ફોન કરીને જણાવ્યું હતું કે તારા વિરુદ્ધમાં અરજી  આવેલી છે અને તે અરજદારના 20,000 રૂપિયા લીધા છે તે પાછા આપી દે નહીં તો અમારે તારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવો પડશે. સામેથી સુરજ તિવારીએ કહ્યું હતું કે, હું પૈસા આપવા માટે તૈયાર છું અને 20,000 રૂપિયા લઈને હું જમનાનગર પોલીસ ચોંકી આવી રહ્યો છું. તે સમયગાળામાં અજય તિવારીએ એસીબીમાં ફરિયાદ કરી હતી કે મારા નામે એક અરજી થઈ છે. અને તેના નિકાલ માટે જમના નગર પોલીસ ચોકી માં ફરજ બજાવતા અમિત તિવારી અરજીના નિકાલ માટે ૨૦ હજાર રૂપિયાની માંગ કરી રહ્યા છે. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને સુરજ તિવારીને 20,000 સાથે જમના નગર પોલીસ ચોકી ખાતે મોકલ્યા હતા. તે 20,000 રૂપિયા જે અજય ને આપવાના છે તે રૂપિયા લોકરક્ષક એજાજ હુસેન ના હાથમાં આપ્યા હતા. પૈસા હાથમાં આવતાંની સાથે જ એસીબીએ એજાજ હુસેન ને રંગે હાથે ઝડપી લીધો હતો.

સુરજ તિવારીએ પૂર્ણ પ્લાનિંગ સાથે પોલીસ કર્મચારીઓને એસીબીની ટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચ્યું હતું. ઘટનાના ચાર દિવસ બાદ હનીટ્રેપ નો ભોગ બનનાર વિજયે આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અને હનીટ્રેપ કઈ રીતે એસીબી ટ્રેપ બની તેની સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી. આ મામલે ઉમરા પોલીસે લાંચ કેસમાં ફરિયાદી બનેલા સુરજ તિવારી સામે હનીટ્રેપ નો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners