Aadhaar Card Fraud:
 આધારકાર્ડ (Aadhaar card) બધા ભારતીય નાગરિકો માટે ફરજિયાત છે. તમામ નાગરિકોની મહત્વપૂર્ણ માહિતી આધાર કાર્ડમાં સંગ્રહિત છે. આ આધારની મદદથી છેતરપિંડી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. હાલમાં યુઆઈડીએઆઈ (UIDAI) દ્વારા ટ્વિટર પર એક નોટિસ આપવામાં આવી છે, જે યુઝર્સને છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરે છે. યુઆઈડીએઆઇ (UIDAI) કાર્ડ 12 અંકના નંબર સાથે આવે છે, જેની સત્તાવાર UIDAI વેબસાઇટ પરથી ચકાસણી કરી શકાય છે. જો કે, પુરાવા તરીકે આધારનો ઉપયોગ કરતા પહેલા, તેની ચકાસણી કરી લેવી જોઈએ.

જાણો… કેવી રીતે આધાર કાર્ડને છેતરપિંડીથી સુરક્ષિત રાખવું

– જો તમે સાર્વજનિક કમ્પ્યુટર પર ઇ-આધાર સામગ્રી ડાઉનલોડ કરો છો, તો ડાઉનલોડ કરેલું ઇ-આધાર ડિલેટ કરી દેવું જોઈએ.
– યુઝરે તેમનો વન-ટાઇમ પાસવર્ડ (OTP) ને કોઈ પણ સંજોગોમાં અન્ય લોકો સાથે શેર કરવો જોઈએ નહીં.
– અન્ય લોકોને તમારા મોબાઇલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવા અથવા લિંક કરવાની મંજૂરી આપશો નહીં.
– હંમેશા આધાર કાર્ડની વર્ચુઅલ આઈડીનો ઉપયોગ કરો. આમાં 16 અંકનું આધારકાર્ડ આપવામાં આવશે. તેનો આધારકાર્ડની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે.
– તમારા બાયોમેટ્રિકને હંમેશાં લૉક રાખો. તેને UIDAI પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. યુઝર તેને નોંધાયેલ મોબાઇલ નંબરથી અનલૉક કરે.

આધાર કાર્ડને આ રીતે લૉક કરો

– આધાર કાર્ડને લૉક કરવા માટે સૌપ્રથમ તમારા ફોનની મેસેજ એપ્લિકેશન ખોલો.
– આ પછી, GETOTP લખીને 1947 પર SMS મોકલો. હવે તમારા ફોન નંબર પર એક OTP આવશે.
– જ્યારે તમારા ફોન પર OTP આવી જાય, તો તે પછી તમારે ફરીથી LOCKUID અને આધાર નંબર લખીને 1947 પર ફરીથી SMS મોકલવો પડશે. આ કરવાથી તમારું આધાર કાર્ડ લૉક થઈ જશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud