આંકલાવ તાલુકાના નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના હથ્થે ચડી ગયા
લાંચ્યા નાયબ મામલતદારે વડીલોપાર્જિત જમીનમાં નામો કમી કરવા માંગ્યા હતા રૂ.10 હજાર
એસીબીની ટીમે છુટકું ગોઠવી લાંચ્યા નાયબ મામલતદારને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યા હતા
વડોદરા એસીબીએ લાંચ્યા નાયબ મામલતદારને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. સરકારી બાબુઓ રોજે-રોજ લોકો પાસે અનેક પ્રકારના કામો માટે યેનકેન રીતે લાંચ વસુલતા હોય છે. અને ત્યારે જ લાંચને દામવા બનાવવામાં આવેલ એસીબીની ટીમના હથ્થે ચડી જતા હોય છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાયબ મામલતદારે વડીલોપાર્જિત જમીનમાં નામો કમી કરવા રૂ.10 હજાર લાંચ પેટે માંગ્યા હતા. જો કે આ મામલે એસીબીની ટીમ મેદાનમાં ઉતરી હતી અને લાંચ્યા નાયબ મામલતદારને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યો હતો.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, ફરીયાદી ની વડીલોપાર્જિત જમીનમાં નામો કમી કરવા માટે દિગ્વિજયસિંહ બચુભા જાડેજા,( નાયબ મામલતદાર, વર્ગ -૩, મામલતદાર કચેરી, આંકલાવ, તા.આંકલાવ જી.આણંદ) એ ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.10 હજાર માંગ્યા હતા. જે બાદ આ મુદ્દ્ ઘણી રકજક થયા બાદ અંતે આ સોદો રૂ.4 હજારે આવી રોકાયો હતો. ત્યાબાદ લાંચ્યા નાયબ મામલતદારે ફરિયાદી પાસે હાલ જેટલા રૂપિયા હોય એટલા આપી દેવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ પહેલા રૂ.2 હજાર આપ્યા હતા. અને બીજા પૈસા બાકી રાખ્યા હતા.
આ બાદ ફરિયાદી પૈસા આપવા માંગતા ન હતા. જેથી તેઓએ વડોદરા એસીબીને ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ સમગ્ર મામલે વાકેફ થઈ લાંચ્યા નાયબ મામલતદાર દિગ્વિજયસિંહને ઝડપી પાડ્વા છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું. આ છટકા દરમ્યાન લાંચ્યા નાયબ મામલતદારે ફરિયાદીને મામલતદાર ઑફિસના સ્ટોરરૂમમાં આવેલ ટોયલેટ/બાથરૂમ માં બોલાવી રૂ. 2 હજાર માંગ્યા હતા અને તે પૈસામાંથી રૂ.500 પાછા આપી દિધા હતા.
જો કે આ વ્યવહારના સમયે એસીબીની ટીમ ત્રટકી હતી. અને લાંચ્યા નાયબ મામલતદારને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યા હતા. એસીબીએ તેમને ડીટેઈન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.