આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત યુનિટે IB સર્વેના આધારે દાવો કર્યો છે કે જો રાજ્યમાં હવે વિધાનસભાની ચૂંટણી થાય તો પાર્ટીને 55 થી 60 બેઠકો મળી શકે છે. જયારે, પાર્ટી દ્વારા જ કરવામાં આવેલા આંતરિક સર્વેમાં, તેને 58 બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો AAPના નવનિયુક્ત ગુજરાત પ્રભારી અને રાજ્યસભાના સાંસદ પ્રો. સંદીપ પાઠક અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

રાજ્યસભાના સાંસદ પ્રો. પાઠકે કહ્યું કે તેઓ ગુજરાતની તમામ 182 બેઠકો પર પુરી તાકાત સાથે ચૂંટણી લડશે. તેઓ બીજા કે ત્રીજા સ્થાન માટે નહીં પરંતુ સીધા પ્રથમ સ્થાન માટે ચૂંટણી લડશે.

તેમણે દાવો કર્યો કે રાજ્ય સરકારની ગુપ્તચર એજન્સી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને 55 સીટો આપી રહી છે. જયારે, પાર્ટીના પોતાના આંતરિક સર્વે અનુસાર, રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો મળી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners