24 કલાકમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો
પહેલા સિંગર વિજય સુવાળા અને ત્યાર બાદ મહેશ સવાણીએ પાર્ટી છોડવાનો નિર્ણય જાહેર કર્યો
22 જૂન, 2021ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો
WatchGujarat. આજરોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. એક પછી એક બે કદ્દાવર નેતાએ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. જે પૈકી એક વિજય સુવાળાએ તો ભાજપ જોઇન કરી લીધી છે. આજે સિંગર વિજય સુવાળા સહિત બે નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી છે. ત્યારે હવે સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણી આમ આદમી પાર્ટી છોડશે. આ સાથે રાજકિય સંન્યાસ પણ લેવાના છે તેવું સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે. હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું હશે તે તો આવનાર સમય જ બતાવશે.
લોક ગાયક વિજય સુવાળા આપ છોડી ભાજપમાં જોડાયા
જાણીતા લોક ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. 'આપ'માં જોડાયાના સાત મહિનામાં જ સુવાળા રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.