• અમદાવાદ માંડલ ખાતે શરુ થયું આપનું જન સંપર્ક કાર્યાલય
  • ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પહોચી રહી છે આપ
  • દિલ્હી જેમ ગુજરાતમાં વીજળી,પાણી,આરોગ્ય અને શિક્ષણની  નિશુલ્ક સુવિધા આપવાની ચર્ચા

WatchGujarat. ગુજરાતમાં ફેબ્રુઆરી દરમિયાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 બેઠકો પર જીતીને મોટો ઉલટફેર કર્યો હતો. એ પછી ગુજરાતમા આમ આદમી પાર્ટી  ત્રીજો વિકલ્પ બની શકે કે કેમ તે વિશે સમગ્ર રાજ્યથી લઇને દેશમાં ચર્ચા  છેડાઈ રહી છે. અમદાવાદ જિલ્લામાં પ્રભાવ વધારવા માટે પાર્ટી દ્વારા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું.

સ્થાનિકસ્વરાજની ચૂંટણી બાદ આમઆદમી પાર્ટી મિશન 2022 હેઠળ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારીઓ કરી રહી છે.જેના કારણે આપ પોતાના સંગઠને મજબૂત કરવા તરફ વધારે ધ્યાન આપી રહયું છે અને વધુમાં વધુ કાર્યકર્તાઓને આપમાં જોડી રહ્યું છે. આજે જ અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આમ આદમી પાર્ટીના જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી રહી છે. અને અનેક લોકોને પાર્ટીમાં જોડી રહી છે. ત્યારે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંગઠન મજબૂત બનાવવાનાં ભાગ રૂપે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આમ આદમી પાર્ટીનું જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ધઘાટન ગુજરાતના જાણીતા લોક ગાયક વિજય સુંવાળા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં અમદાવાદ ઝોન સંયોજક  હસમુખભાઈ પટેલ , અમદાવાદ જિલ્લા ઉપાધ્યક્ષ , પ્રભારીશિવકુમાર ,ઉપાધ્યય  ગીરીશભાઈ રાવલ પ્રમુખ અમદાવાદ જિલ્લો ,ચંદ્રકાંતભાઈ ગજ્જર ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લો, મિતેશભાઈ ઠકકર  પ્રમુખ માંડલ તાલુકો  , ચીનુભાઈ પટેલ ઉપપ્રમુખ માંડલ તાલુકો , આઈ .ટી શેલ પ્રમુખ દિલીપભાઈ ભરતભાઇ પટેલ મહામંત્રી  માંડલ તાલુકો પટેલ ,મણિલાલ જાદવ અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ માંડલ તાલુકો , પ્રદ્યુમનભાઈ પટેલ પ્રમુખ દેત્રોજ તાલુકો જિલ્લાના સર્વે મોરચના  હોદેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .

જે દરમિયાન  વિજય સુંવાળા એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું કે 2022 માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતમાં પણ દિલ્લીની જેમ વીજળી , પાણી આરોગ્ય અને શિક્ષણની સુવિધા આમ જનતાને નિશુલ્ક પુરી પાડીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા મળી ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુકલાકાતે આવ્યા હતા. એ વખતે સુરતમાં કેજરીવાલે કહ્યું હતું, કે જ્યારથી પરિણામ આવ્યા છે, ત્યારથી હું ભાજપના અને કોંગ્રેસના નેતાઓના નિવેદનો સાંભળી રહ્યો છું. તેઓ હેબતાઈ ગયા છે અને થોડા ગભરાઈ ગયા છે. તેઓ તમારાથી અથવા આમ આદમી પાર્ટીથી ગભરાયા નથી પણ એ લોકો 16 લાખ લોકોથી ગભરાયા છે જેમને આપને મત આપ્યો છે. આજે ગુજરાતમાં નહિ પરંતુ સમગ્ર દેશમાં ચર્ચા થઇ રહી છે કે સુરતમાં શું થઇ ગયું .જો 27 લોકો સારું કામ કરશે તો ડિસેમ્બર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગજબની ક્રાંતિ આવવાની છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud