• ભરતી પરીક્ષાને લઈને AAP નેતા યુવરાજસિંહનો ઘટસ્ફોટ
  • કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી,બનાસકાંઠા અને સાબરકાંઠા
  • ઉર્જા વિભાગમાં રૂપિયા લઈ ઉમેદવારોને પાસ કરાયા- AAP નેતા યુવરાજસિંહ
  • પાંચ વિભાગમાં ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ
  • પરીક્ષામાં વિદ્યાર્થીઓને એકસરખા માર્ક્સ અપાયા

Watchgujarat.હજુ તો રાજ્યમાં હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડ સમેટાયુ નથી ત્યાં ભરતી કૌભાંડ મામલે AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે. આ સાથે જ યુવરાજ સિંહનાં સણસણતા સવાલોમાં રાજ્ય સરકાર ફસાઇ છે.

મળતી માહિતી મુજબ AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને UGVCL, DGVCL, GETCOની ભરતીમાં મોટાપાયે કૌભાંડ થયાનું જણાવ્યું હતુ. આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ઊર્જા વિભાગ દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં આરોપ લગાવ્યા છે કે ઊર્જા વિભાગની ભરતીના કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં કૌભાંડ થતું હોવાના યુવરાજ સિંહના આક્ષેપ છે. અહીં એક જ ગામના 18 વિદ્યાર્થીઓની કેવી રીતે ભરતી થઇ? એ ખુબ મોટો પ્રશ્ન ઉઠ્યો છે. યુવરાજ સિંહના આરોપ પ્રમાણે બાયડ ચોઈલા ગામલોકો એમાં વધુ જોડાયેલા છે. પાટીદાર, ચૌધરી અને પ્રજાપતિ સમુદાયના લોકો વધુ જોડાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

વધુમાં કહ્યું હતુ કે ભરતીમાં એક પેપર દીઠ 21 લાખની ઉઘરાણી કરવામાં આવી. જેમાં એડવાન્સ પેટે 1 લાખ રૂપિયા અપાયા છે. નામ સિલેક્શનમાં ન આવે ત્યાં સુધી પૂરી રકમ ન લેવાતા હોવાનો પણ આક્ષેપ છે. તો આ પરીક્ષા 3 શિફ્ટમાં પરીક્ષા લેવાય છે. 1 સેન્ટર પર કોમ્પ્યુટર વ્યવસ્થાને ધ્યાન રાખી કૌભાંડ થતું હોવાનું જાણવા મળ્યું છે. તો સેન્ટ્રલ રૂમમાંથી PC ઓપરેટ થતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું માત્ર નાટક કરે છે. અને કૌભાંડ આચરવામાં આવે છે.

આક્ષેપો લગાવતા યુવરાજ સિંહે કહ્યું કે અધિકારીનું પ્રોપર નામ નથી ખબર પરંતુ પ્રજાપતિ નામ સાથે આ નામ સંકળાયેલા છે. તો અત્યાર સુધી 10 પેપર લીક કૌભાંડ થઇ ચુક્યા હોવાનો આક્ષેપ છે. અને આ 11 મુ ભરતી કૌભાંડ હોવાના પણ આક્ષેપ છે.

યુવરાજસિંહનો આરોપ શું?

– 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ થઈ
– ઉર્જા વિભાગની પરીક્ષામાં કૌભાંડ થયો છે
– 352 જુનિયર એન્જિનિયરિંગની ભરતી ચાલી રહી છે
– ઉર્જા વિભાગની ભરતી કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લો છે
– પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના ઉમેદવારોની સંડોવણી વધુ
– UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે

કૌભાંડમાં કોની સંડોવણીનો આરોપ?

– ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી
– GUVNLના ઉચ્ચ અધિકારી પ્રજાપતિ છે
– કૌભાંડીઓ સેન્ટ્રલ રૂમથી PC ઓપરેટ કરે છે
– કુલ 11 વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે
– ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ
– રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ ગેરરીતિથી પાસ થયા
– બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થયા

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉર્જા વિભાગમાં જે ભરતીઓમાં કૌભાંડ થયા છે, તેના વિશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી રહ્યું છે. હેડ ક્લાર્કમાં પણ તપાસને દબાવવામાં આવી રહી છે. અમારે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં મુદ્દા ઉઠવ્યા છે. હું વિદ્યાર્થી નેતા તરીકે મુદ્દા ઉઠાવું છું.  હું કોઈપણ રાજકીય રંગ આપવા માંગતો નથી. આ મુદ્દે કોઈ રાજકીય રોટલા ન શેકવા પક્ષોને અપીલ પણ છે. આ સાથે કહ્યુ કે, પેપરલીકનો મુદ્દો લિકર કાંડમાં ફેરવાઇ ગયો છે. આ મુદ્દે સરકારને રજુઆત કરી હતી. પોલીસને સંપર્ક કર્યો હતો પરંતુ અમને રજુઆત કરવા દેવામાં આવી ન હતી.

જ્યારે મિડીયા દ્વારા  યુવરાજના આક્ષેપ પર રાજ્યના ઉર્જામંત્રીને સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ડોન્ટ ડિસ્ટર્બ… હું બેઠકમાથી નીકળ્યો છું, મારી પાસે હાલ આ વિશે કોઈ માહિતી નથી. ઉર્જામંત્રીએ યુવરાજના આક્ષેપ પર કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો.

રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ

બીજી બાજુ  યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવેલા આરોપને લઇને સરકાર તરત જ એક્શનમાં આવી ગઇ છે .રાજ્ય સરાકારે તાત્કાલિક જ એક મોટો નિર્ણય લીધો છે. અને ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના મામલે મમતા વર્માની અધ્યક્ષતામાં કમિટી બનાવી તપાસના આદેશ આપ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud