• CTM વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસેની ઘટના
  • રસ્તા પર ઉભેલી લકઝરી બસ સાથે ST બસ અથડાઇ
  • જ્યારે 19 વર્ષીય યુવતીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી

 WatchGujarat.“એસટી અમારી સલામતી તમારી”સરકારી એસટી બસ પર લાગેલ સ્લોગન ખોટુ પૂરવાર થઇ રહ્યુ છે. એસ ટી બસના વધતા જતાં અકસ્માતથી એસટી અમારી,જવાબદારી તમારી એમ કહેવુ જરા ખોટુ નથી. અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવતીનું મોત નિપજ્યુ છે જ્યારે 21 લોકોને ઇજા પહોંચી છે.

મળતી માહિતી મુજબ વહેલી સવારે CTM વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની ST બસ એક્સપ્રેસ પર વડોદરા જવા માટે વળાંક પર પહેલેથી જ ઉભી રહેલી ખાનગી લકઝરી સાથે ધડાકા ભેર અથડાઇ હતી.

આ અકસ્માતમાં બસમાં બેસેલા અને નીચે બસની રાહ જોઇ રહેલા મુસાફરોને ઇજા પહોંચી હતી. તેઓને એલ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે 19 વર્ષીય યુવતીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી હતી. તેમજ અન્ય 2 લોકોની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે ST બસનાં ડ્રાઇવર દ્વારા બસ કેવી રીતે અથડાય તે જાણવા મળ્યુ નથી. પરંતુ ત્યાં ઉભેલા નિર્દોષ મુસાફરો આ ઘટનાનો ભોગ બન્યા તે દુ:ખદ વાત કહેવાય.

Facebook Comments Box

Videos

Our Partners