• કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવ વધાર્યા તેના પગલે અદાણીએ પણ વધાર્યા
  • ઘર વપરાશના બંને સ્લેબમાં ભાવ વધારો થતાં ગૃહિણીઓમાં કકળાટ

 WatchGujarat.કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં વધારો કરતાની સાથે જ આજથી અમલમાં આવે તે રીતે અદાણી ગેસ દ્વારા વાહન વપરાશના સીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂ.5નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં રૂ.112 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ગેસ કંપનીઓને જ ઉંચા ભાવે ગેસ મળશે તેના કારણે તેઓ આ વધારો એન્ડ યૂઝર એટલે કે ગ્રાહકોની માથે થોપશે તેમાં શંકાને સ્થાન નથી.

મિડીયા રિપોર્ટ મુજબ અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવ 24મી માર્ચે વધારવામાં આવ્યા હતા. તેને છ દિવસ માંડ વિત્યા ત્યાં ફરીથી વધારો કર્યો છે. અદાણી ગેસે સીએનજીના ભાવમાં રૂ.5નો વધારો કરતા નવો ભાવ રૂ.79.59 થયો છે. મતલબ એંસી રૂપિયે કિલો લેખે ગેસ મળશે. પેટ્રોલ, ડીઝલના ઉંચા ભાવના કારણે વાહનચાલકો સીએનજી તરફ વળ્યાં હતા પરંતુ હવે સીએનજીના ભાવ પેટ્રોલ-ડીઝલના ભાવ નજીક પહોંચવા લાગતા વાહનચાલકો મુંઝવણમાં મુકાયા છે કે હવે ક્યાં ઇંધણથી વાહન ચલાવવું ?

અદાણી ગેસ CNGના નવા ભાવ

જૂનો ભાવ      રૂ.74.59

નવો ભાવ      રૂ.79.59

વધારો          રૂ.5

અદાણી PNGના નવા ભાવ

જૂનો ભાવ      રૂ.1,257.20(1.60 MMBTU સુધી)

નવો ભાવ      રૂ. 1,369.20(1.60 MMBTU સુધી )

વધારો          રૂ.112

જૂનો ભાવ      રૂ.1,374.24 (1.60 MMBTU કરતા વધુ)

નવો ભાવ      રૂ,1,397.20 (1.60 MMBTU કરતા વધુ)

વધારો          રૂ.22.96

અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગેસે ઘર વપરાશના પીએનજીમાં 1.60 એમએમબીટીયુ સુધીનો વપરાશ હોય તેવા ગ્રાહકો માથે રૂ.112નો વધારો કર્યો છે. તેના કારણે પીએનજી ગેસ મોંઘોદાટ બની ગયો છે. મોટાભાગના ગ્રાહકો 1.60 એમએમબીટીયુ કરતા ઓછા વપરાશના જ હોય છે. તેમના માથે મોટો બોજો આવી પડ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners