• લીમખેડાના એક ગામની સ્કુલના Whatsapp ગ્રુપમાં અશ્લીલ ફોટા અને વિડિયો ફોરવર્ડ થયા
  • વિકૃત માનસિકતા ધરાવતા વાલીએ આ કૃત્ય કર્યું હોવ જાણવા મળ્યું છે
  • ગ્રુપમાં હોમ વર્ક માટે મોબાઇલ લઇને બેઠેલા કેટલાક બાળકો ઉપર વિપરીત અસર તથા તે શરમમાં મુકાયા હતા

WatchGujarat. લીમખેડામાં મોટા હાથીધરા ગામની હસ્તેશ્વર સ્કૂલના બાળકોના વાલીઓના Whatsapp ગ્રુપમાં કોઈ વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્વારા અશ્લીલ ફોટા અને વિડિયો ફોરવર્ડ કરવામાં આવતા ગ્રુપના મહિલાઓ સહિત તમામ સભ્યોનું શરમથી માથું ઝૂકી ગયું હતું. તેમજ આવા અશ્લીલ ફોટા અને વિડિયોથી શાળામાં અભ્યાસ કરતા બાળકો પર તેની વિપરીત અસર પડી હતી.

લીમખેડામાં મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓના ચાલતા ગ્રુપમાં બાળકોને હોમ વર્ક માટે લેસન ગ્રુપમાં ફોરવર્ડ કરવામાં આવતું હોવાથી મોટાભાગના બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ હસ્તેશ્વર શાળાના ગ્રુપમાં વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્વારા અશ્લીલ પોસ્ટ અને બીભત્સ વીડીયો મુકવામાં આવતા ગ્રુપમાં હોમ વર્ક માટે મોબાઇલ લઇને બેઠેલા કેટલાક બાળકો ઉપર આવા અસલી ફોટા અને વિડીયો જોઈને વિપરીત અસર પડી હતી તેમજ શરમમાં મુકાયા હતા.

આવા અશ્લીલ વીડિયો અને ફોટા પોતાના માતા-પિતાને બતાવતા તમામનું માથું શરમથી ઝૂકી ગયું હતું. કેટલાક વાલીઓ દ્વારા શાળાના સંચાલકને આ બાબતે અશ્લીલ વીડિયો અને ફોટા મુકવા બાબતે રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે હસ્તેશ્વર શાળાના ગ્રુપમાં કોઈ વાલી દ્વારા અશ્લીલ પોસ્ટ અને વિડિયો ફોરવર્ડ કરતા ભારે કુતૂહલ સર્જાયું હતું. Whatsapp ગ્રુપમાં અનેક મહિલાઓ સામેલ છે. વિકૃત માનસિકતા ધરાવતા વાલી દ્વારા ગ્રુપમાં આવી અશ્લીલ પોસ્ટ અને વિડિયો મુકાતા હસ્તેશ્વર શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.

બહુ ટુંકા સમય પહેલા સીંગવડ અને લીમખેડા તાલુકામા અગાઉ આવી બે થી ત્રણ ઘટનાઓ ભૂતકાળમાં બનવા પામી હતી. જ્યારે આજે શિક્ષણ જગતના Whatsapp ગ્રુપમાં આ પ્રકારના કામથી અને અસ્લિશ વીડીયો અને ફોટો મુકતા લીમખેડા વિસ્તાર સહિત દાહોદ જિલ્લામાં મુદ્દો ભારે ચર્ચાની એરણે રહ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud