ડુપ્લિકેટ પાસપોર્ટ ઇશ્યૂ કરીને અમેરિકામાં ઘૂસણખોરી કરવાનું રેકેટ ખૂલ્યું
30 લોકોને ભારતમાંથી બોગસ ડોક્યૂમેન્ટના આધારે US મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
કબૂતરબાજીનું રેકેટ ચલાવનાર ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી
WatchGujarat.ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લીકેટ પાસપોર્ટ ઇસ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદેસર યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાના રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપ્યાનું પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે. આરોપીઓ એક વ્યકિતને ગેરકાયદેસર વિદેશ મોકલવાના 60 થી 65 લાખ રૂપિયા લેતા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં છેક અમેરિકા પહોંચાડાય ત્યાં સુધીની જવાબદારી લઇને એજન્ટો લેતા હતા. આ ગેંગના દિલ્હીમાં બેઠેલા એજન્ટોની મદદથી કબુતરબાજી કરવામાં આવતી હોવાનું ક્રાઇમબ્રાંચના સંયુક્ત પોલિસ કમિશનર પ્રેમવીર સીંઘે જણાવ્યુ હતુ. આરોપી રાજુ, પ્રજાપતિ, હરેશ પટેલ તેનો પુત્ર હાર્દિક પટેલ તથા રજત ચાવડાની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે.
મિડીયા રિપોર્ટ મુજબ મહેસાણાના આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે અત્યાર સુધીમાં અનેક ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપ્યાના કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ ક્રાઇમબ્રાંચ દ્વારા કરવામાં આવ્યો છે.
આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને યુ.એસ જવુ હોવાથી તેઓ આરોપી પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો. જો કે યુ.એસ જવા માટે ફેમીલી ગ્રુપ રીતે વિઝા પ્રોસીઝર કરવા માટે આરોપીઓ દિલ્હીના આરોપી રજત ચાવડાએ રાજુ પ્રજાપતિનો રાજેન્દ્ર ભીખાભાઇ પટેલ અને શિલ્પાનો રાજેન્દ્રની પત્ની કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ બનાવીને બન્નેને પતિ-પત્ની ન હોવા છતાં પતિ-પત્ની તરીકે દર્શાવ્યા હતા.
કેવી રીતે અમેરિકા જવાના હતા ?
જે બન્ને જણાએ નકલી પાસપોર્ટ બનાવવાનો હતો. તે બન્ને નાઇઝીરીયાના વિઝા માટે દિલ્હી ખાતે જઇ અરજી કરેલ હતી તે આધારે નાઇઝીરીયાથી મેક્સિકો ઓન એરાઇવલ વિઝા કરાવી યુ.એસ મેકિસકો બોર્ડરથી યુ.એસના રેફ્યુઝી કેમ્પમાં મોકલી હંગામી અમેરિકન સિટીઝનશિપ અપાવી સ્થાપી કરવાની ફિરાકમાં હતો. તે પહેલા જ પોલીસે રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે.
આખું નેટવર્ક કેવી રીતે ચાલતુ હતુ
આરોપીઓ દિલ્હી ખાતેના એજન્ટો મારફતે સમગ્ર નેટવર્ક ચલાવતા હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.જેઓ એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખ રૂપિયા લેતા હતા. જેના બદલામાં જે તે વ્યક્તિને કે ફેમેલીને ભારતમાંથી ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી આપી વિદેશના રેફ્યુઝી કેમ્પમાંથી બહાર લાવવાની જવાબદારીઓ એજન્ટો લેતા હતા. જ્યારે સંપૂર્ણ કામપૂર્ણ થયા બાદ જ તેઓના પેમેન્ટની ચૂકણી કરવામાં આવતી હતી. આરોપીઓ અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે બનાવટી પાસપોર્ટ કઢાવી વિદેશ મોકલ્યા છે અને અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
- ડુપ્લિકેટ પાસપોર્ટ ઇશ્યૂ કરીને અમેરિકામાં ઘૂસણખોરી કરવાનું રેકેટ ખૂલ્યું
- 30 લોકોને ભારતમાંથી બોગસ ડોક્યૂમેન્ટના આધારે US મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
- કબૂતરબાજીનું રેકેટ ચલાવનાર ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી