અમદાવાદમાં અંદરો-અંદર કોઈ કારણોસર BMW શો રૂમના સિકયુરિટી ગાર્ડ ઝગડ્યા હતા
ઝગડા દરમિયાન સિકયુરિટી ગાર્ડે પાર્કિંગમાં પાર્ક કરેલી કુલ પાંચ વૈભવી ગાડીના કાચ તોડી નાખ્યા
બે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
WatchGujarat. અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલ સાણંદ સર્કલ નજીક BMW ના ગેલોપ્સ નામના શો રૂમમાં ચાર BMW, એક મીની કૂપર જેવી વૈભવી કાર તથા એક છોટાહાથી ટેમ્પાને મળી તમામ વાહનોના કાચ તોડી તમેજ વાહનોને ભારે નુકશાન થતા કંપનીના સીઈઓ અને અધિકારીઓ દોડતા થયા હતા. ગેલોપ્સના સિકયુરિટી ગાર્ડ અંદરો-અંદર ઝગડીને મારા મારી કરતા આખી ઘટના બની હોવાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધાઈ છે. પ્રાથમિક ધોરણે સરખેજ પોલીસ બંને સિક્યુરિટી ગાર્ડ પર ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથેજ પોલીએ શો રૂમના સી.સી.ટી.વી ચકાસી મહત્વના ફૂટેજ પણ કબ્જે લીધા છે.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, અમદાવાદ શહેરના બાપુનગર સ્થિત કેદાર એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય સંદીપભાઈ રોહિતભાઈ ભંડેરી, સરખેજ એસ. જી હાઇવે પર આવેલ સાણંદ કારકલ નજીક આવેલ BMW ફોર વિહલર ગાડીઓના ગેલોપ્સ નામના શો રૂમમાં નોકરી કરે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે અઢી વાગ્યાની આસપાસ શો રૂમના સિક્યુરિટી ગાર્ડના સુપરવાઇઝર વિમલેશ અનુરાગીનો તેમની ઉપર ફોન આવ્યો હતો. અને તેને જણાવ્યું હતું કે, આપણા બે સિક્યુરિટી ગાર્ડ કૃષ્ણ મોહનસિંહ તથા રામ કિશોર યાદવ કોઈ કારણોસર અંદરો-અંદર ઝગડો કરી રહ્યા છે.
આ ઝગડો કરતા કરતા તેઓએ શો રૂમના પાર્કિંગમાં પાર્ક કરેલી ચાર BMW, એક મીની કૂપર અને એક છોટા હાથી મળી કુલ છ વાહનોના કાચ તોડી નાખ્યા હતા. અને સાથે જ તમામ વાહનોને ભારે નુકશાન પહોચાડ્યું હતું . જે અંગેની માહિતી સંદીપે કંપનીના સીઈઓ સતિક ચેટર્જી ને જાણ કરી હતી. અને ગત રોજ સવારે કંપનીના અધિકારીઓ શો રૂમ પર પહોંચી ઝગડો કરનાર બંને સિકયુરિટી ગાર્ડને ઝગડો અને ગાડીઓ સહીત અન્ય ચીજ- વસ્તુઓનું નુકશાન કર્યું હોવાનું કારણ પૂછતાં. તે બંને કૃષ્ણ મોહનસિંહ તથા રામ કિશોર યાદવ ગરમ થઇ ગયા હતા.અને તેઓએ અપશબ્દો બોલવાનું શરુ કરી દીધું હતું. જેના કારણે કંપનીના અધિકારી ઓફિસમાં જતા રહ્યા હતા. અને શો રૂમના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. અને તેમને તેમાં સિક્યુરિટી કૃષ્ણ મોહનસિંહ એ તમામ ગાડીઓને નુકશાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.આ સાથેજ કંપનીના અધિકારીઓએ વાહનોના નુકશાનનું એસ્ટીમેટ કાઢતા આશરે નવ લાખ નું નુકશાન થયું હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવ અંગે બંને સિકયુરિટી ગાર્ડ વિરુદ્ધ ટોડ-ફોડ, ચીજ-વસ્તુના નુકશાન જેવી કલમો અંતર્ગત અમદાવાદના સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- અમદાવાદમાં અંદરો-અંદર કોઈ કારણોસર BMW શો રૂમના સિકયુરિટી ગાર્ડ ઝગડ્યા હતા
- ઝગડા દરમિયાન સિકયુરિટી ગાર્ડે પાર્કિંગમાં પાર્ક કરેલી કુલ પાંચ વૈભવી ગાડીના કાચ તોડી નાખ્યા
- બે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ