• એક જ સાથે 500થી વધુ કર્મચારીઓને નોટીસ આપ્યા વિના જ છુટ્ટા કરી દીધા
  • નોટિસ વગર ઈમેલ મોકલાતા સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
  • જો તમામ સ્ટાફને નોકરીમાં પાછા નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું – ગુજરાત નર્સિંગ યુનિયન
  • હોસ્પિટલને ખર્ચ પોસાતો ન હોવાની વાત સામે આવી

WatchGujarat. અમદાવાદની SVP હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે.આ વખતે હોસ્પિટલે એક જ સાથે 500થી વધુ કર્મચારીઓને નોટીસ આપ્યા વિના જ છુટ્ટા કરી દેવાયા છે. કોરોનાકાળમાં રાત-દિવસ મહેનત કરતા કર્મચારીઓને અચાનક છુટ્ટા કરી દેવાતા રોષ ભભુક્યો છે.

મિડીયા અહેવાલો દ્વારા મળતી માહિતી મુજબ હાલ હોસ્પિટલમાં વધારે દર્દીઓ દાખલ થતા ન હતા, જેની સામે SVPને ખર્ચ પોસાય તેમ ન હતો.માટે કર્મચારીઓને છુટ્ટા કરી દેવાયા છે. કોઇ પણ નોટીસ આપ્યા વિના આ તમામ લોકોને ઇ-મેઇલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. નોટિસ વગર ઈમેલ મોકલાતા સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જો તમામ સ્ટાફને નોકરીમાં પાછા નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું.

મહત્વનું છે કે SVP હોસ્પિટલમાં અનેક કર્મચારીઓની ભરતી અગાઉ કરી દેવામાં આવી હતી. પરંતુ દર્દીઓની સંખ્યા ખુબ જ ઓછી રહેતી હતી અને આ કારણે ખર્ચ વધુ આવતો હોવાની પણ બાબત સામે આવી હતી.

આ સાથે મળીતી માહિતી મુજબ હાલ હોસ્પિટલમાં વધારે દર્દીઓ દાખલ થતા ન હતા, જેની સામે SVPને ખર્ચ પોસાય તેમ ન હતો. ખર્ચમાં એટલા અંશે ઘટાડો કરવામાં આવી રહ્યો હતો કે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા AC પણ બંધ કરી દેવામાં આવતા હતા. એટલે મહદઅંશે ખર્ચ ઓછો થાય અને જરૂર વગરના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલા આ તાત્કાલિક નિર્ણયથી સવાલ થાય કે જો સ્ટાફની જરૂર ન હોય તો પહેલા ભરતી જ શા માટે કરી?બીજો સવાલ એ પણ છે કે જો એક સાથે આટલા બધા કર્મચારીઓને છુટ્ટા કરવા માટે નોટીસ પરિયડ પણ કેમ ન આપ્યા ?અચાનક જ 500થી વધુ કર્મચારીઓની રોજીરોટી છીનવાય જતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud