અમદાવાદ ખાતે રહેતી યુવતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
યુવતિના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઇ.ડી પરથી તેના બે મિત્રોને બિભત્સ મેસેજ મોકલવામાં આવ્યાં
યુવતિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો કોઇને આપી ન હોવા છતાં આ કંઇ રીતે થયું ?
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે આ અંગે મહત્વની જાણકારી આપી
WatchGujarat. આજના યુગમાં સોશિયલ મીડિયા જાણે શરીરનુ એક અંગ હોય તેટલુ તેનુ મહત્વ વધી રહ્યું છે. ભાગ્યે જ કોઇ વ્યક્તિ હશે જે સોશિયલ મીડિયાથી દૂર હશે. ટેકનોલોજીના આ યુગમાં સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. જો તેના યોગ્ય ફીચર્સ મુજબ સિક્યોરિટી ન રાખવામાં આવે તો અનેક લોકો ખરાબ અનુભવ થતાં હોય છે. આવો જ એક કડવો અનુભવ અમદાવાદની એક યુવતીને થયો છે. જેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઇ અજાણી વ્યક્તિએ સ્ટોરીમાં બીભત્સ લખાણ લખ્યું હતુ. તેમજ તેના મિત્રોને પણ આ આઇ.ડી પરથી બીભત્સ મેસેજ મોકલ્યાં હતા.
યુવતિ પોતાના ઘરે હાજર હતી ત્યારે એકા એક તેની એક બહેનપણીનો તેને આવ્યો અને તેણીએ કહ્યું તારા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પર એક સ્ટોરી અપલોડ થઇ છે, જેમાં બીભત્સ લખાણ લખવામાં આવ્યું છે. હજી તો આ વાત પુરી જ થઇ હતી, ત્યાં તો યુવતિને એક બીજો ફોન આવ્યો અને તેની બહેને જણાવ્યું કે, તમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઇ.ડી બન્ને પર એક સ્ટોરી અપલોડ થઇ છે, જેમાં બીભત્સ લખાણ લખવામાં આવ્યું છે.
યુવતિને આમ એક પછી એક બે ફોન આવતા તેણીએ તાત્કાલીક પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અપલોડ થયેલી સ્ટોરી ચકાસતા તે ચોંકી ઉઠીં હતી. યુવતિના આ બન્ને સોશિયલ મીડિયા આઇ.ડી પર અપલોડ થયેલી સ્ટોરીમાં લખ્યું હતુ, “મેં એક * હું મેં ફ્રી મેં * કરને દેંતી હું, મેં એક * હું ક્યાં આપ મેરે સાથ * કરોગે”. આ દરમિયાન યુવતિના આઇ.ડી પરથી તેના બે મિત્રોને પણ બીભત્સ લખાણ લખેલા મેસેજ કરવામાં આવ્યાં હતા. જેની જાણ થતાં યુવતિએ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી આ પ્રકારની ગંભીર ગુનાહીત પ્રવૃત્તિ આચરનારને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.
આ પ્રકારના કિસ્સાઓ રોજે રોજ બની રહ્યાં છે. ત્યારે સાયબર માફીયાઓની આ ચાલાકીથી બચાવ માટે આપણે સાયબર એક્સપર્ટ દ્વારા જણાવેલી તકેદારી રાખવાની જરૂર છે. સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર જણાવે છે કે, કોઇનું એકાઉન્ટ હેક કરવા માટે ફીશીંગ એટેકનો સહારો લેવો સામાન્ય બાબત છે. આવા સંજોગોમાં જે યુઝર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટુ ફેક્ટર વેરીફીકેશન ધરાવતા હોય તેઓ બચી જાય છે. અને જે લોકોની સિક્યોરીટી નબળી હોય તેઓ સલવાઇ જાય છે. તેની સાથે કેટલાક કિસ્સાઓમાં એક સાથે અનેક ડિવાઇઝમાં સોશિયલ મીડિયા એકાઉન્ટનું લોગઇન કરવાને કારણે પણ હેક થવાની સમસ્યાઓ સર્જાઇ શકે છે. ખાસ કરીને મહિલાઓના એકાઉન્ટ હેક કરવાના કિસ્સાઓ વધારે પ્રકાશમાં આવતા હોય છે.
- અમદાવાદ ખાતે રહેતી યુવતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
- યુવતિના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઇ.ડી પરથી તેના બે મિત્રોને બિભત્સ મેસેજ મોકલવામાં આવ્યાં
- યુવતિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો કોઇને આપી ન હોવા છતાં આ કંઇ રીતે થયું ?
- સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે આ અંગે મહત્વની જાણકારી આપી