બોપલ ડીપીએસ સ્કૂલ પાસે ડ્રેનેજ લાઈનની સફાઈ અને ફિંટીંગની કામગીરી દરમિયાન ત્રણ મજૂરો દટાયા
ફાયર વિભાગ અને 108ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, કર્મચારીઓએ દટાયેલા મજૂરોને બહાર કાઢવા જહેમત ઉઠાવી
ગૂંગળામણના કારણે બે મજૂરોના મોત, ફાયર વિભાગે ત્રીજા મજુરને શોધવા પાઈપ પોઈન્ટ પાસે ખોદકામ કર્યુ
બનાવની જાણ થતાં આસપાસના લોકોની ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ, બોપલ પોલીસે પેટા કોન્ટ્રાક્ટરની અટકાયત કરી
[caption id="attachment_1386983" align="aligncenter" width="640"] Ahmedabad - drainage accident[/caption]
WatchGujarat. અમદાવાદમાં ગટર દુર્ઘટનામાં બે મજૂરોના મોત થયા છે. ડ્રેનેજ લાઈનની સફાઈ દરમિયાન ત્રણ મજૂરો દટાયા હતા. આ ત્રણેય મજૂરોને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગના કાર્મચારીઓએ બે મજૂરોને બહાર કાઢ્યાં હતાં. પરંતુ આ બન્ને મજૂરોની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન બન્ને મોત નિપજ્યું હતું, જેકો એક મજૂરની શોધ ખોળ ફાયગ વિભાગે શરૂ કરી હતી.
https://youtu.be/aI0tBJDrOWI
AUDA દ્વારા અમદાવાદમાં બોપલ પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પાઈપલાઈનનું ફિટીંગ અને સફાઈ કામ થતું હતું. જેમાં ભરતભાઈ નામનો મજુર ડ્રેનેજની અંદર સફાઈ માટે ઉતર્યો હતો. પરંતુ ગૂંગળામણને કારણે તે થોડીવારમાં બેભાન થઈ ગયો હતો. આ મજૂરને બચાવવા માટે અન્ય બે મજૂર રાજુભાઈ અને સંદિપભાઈ ડ્રેનેજમાં ઉતર્યા હતાં. પરંતું ત્રણેય જણા ડ્રેનેજમાં ઉતરતાં પાઈપલાઈનમાં દટાઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યારે ફાયર વિભાગના જવાનોએ ડ્રેનેજમાં દટાયેલા મજૂરોને દોરડાથી બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. જેમાં તેમણે ભારે જહેમત બાદ બે મજૂરોને બહાર કાઢ્યાં હતાં. આ બંને મજૂરોની હાલત ગંભીર હોવાથી તેમને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પરંતુ ત્રીજાની ભાળ નહીં મળતાં તેની શોધખોળ શરૂ કરી હતી. ફાયરના જવાનોએ ડ્રેનેજના પોઈન્ટ પાસે ખોદકામ કરીને ત્રીજા મજૂરને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં. સ્થાનિક પોલીસ દ્વારા આ બનાવને લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર AUDA દ્વારા આ ડ્રેનેજ પાઈપ લાઈનનું કામ યોગી કન્સ્ટ્રક્શનને આપ્યું હતું. યોગી કન્સ્ટ્રક્શનને ડ્રેનેજનો મુખ્ય કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બોપલ પોલીસે કાર્યવાહી કરી આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની અટકાયત કરી હતી. જોકે હજૂ સુધી ત્રીજો મજૂર મળ્યો નથી.